અંબાજી તા.૭,

શક્તિપીઠ અંબાજીની મુલાકાત કરી, પોતાના વતન વડગામ પરત જઈ રહ્યા યાત્રાળુઓ દાંતા માર્ગ પર ત્રિશુળીયા ઘાટી પાસે પીકઅપ જીપ વાનની બ્રેક ફેલ થઇ. આ થતા ગાડી અચાનક પલ્ટી ખાઈ ગઈ હતી જેમા 7 લોકો ના ઘટના સ્થળે મોત થયા જયારે 2 લોકો ના સારવાર દરમ્યાન મોત થયા.
૯ મૃતકો માં 8 મહિલા અને એક પુરુષ નો સમાવેશ થાય છે ,પોલીસ સૂત્રો થી મળતી માહિતી પ્રમાણે વડગામ તાલુકાના ભલગામ ભાંખરી ગામ ના લોકો દાંતા પાસે ના સ્થળે દર્શન કરી અંબાજી ની મુલાકાત લઇ પરત પોતાના વતન જતી વખતે ત્રિશુળીયા ઘાટી પાસે પીકઅપ જીપ ની બ્રેક ફેલ થઇ જતા આ વાન હનુમાનજી મંદિર પાસે ની દીવાલ સાથે અથડાતા બાદ ઊંઘી વળી ગઈ, જેમા 7 લોકો નો ઘટનાસ્થળે મોત થયા હતા અને 2 લોકો ના સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
આ ગોઝારા અકસ્માત બાદ 108 અને પોલીસ ઘટના સ્થળે આવી ઘાયલો ને પાલનપુર હોસ્પિટલ સારવાર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

મૃતકો માં મહિલાઓ વધારે હતી સાથે જીપમાં બાઈક પણ હતુ તેથી આ વાહનમાં હાજર કનુભાઈએ જણાવ્યું હતું કે 22 થી 25 લોકો આ વાહનમાં હતા અને મૃતકો માં 8 મહિલાનો સમાવેશ થયો છે જીજે 08 એ એ 0344 નંબર ની સફેદ કલર ની જીપનો ગોઝારા અકસ્માત થી લોકો માં ભારે દુઃખ ની લાગણી જોવા મળી હતી.
આ તકે મુખ્યમંત્રી રૂપાણી જિલ્લા વહીવટ તંત્ર સાથે સતત સંપર્કમાં છે.

 

જાહેરાત વિભાગ