મોરબી તા.૧૩, સપ્ટેમ્બર

મોરબી જિલ્લા સમાજ સુરક્ષા અને જિલ્લા બાળ સુરક્ષા વિભાગ દ્વ્રારા સરકારના વિવિધ વિભાગો જે બાળકો સાથે કાર્ય કરે છે તેવા વિભાગોના કર્મચારીઓ તથા અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં બાળકોના મૂળભુત અધિકારો અને LCPS યોજના વિશે પ્રચાર- પ્રસાર કરવાના હેતુથી હળવદ તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓ સાથેની બેઠકમાં સરકારની વિવિધ યોજનાઓ અને બાળકો સાથે સંકળાયેલા કાયદા, બાળ સુરક્ષા અને બાળકોના અધિકારો અંગે વિશેષ જાણકારી આપવામાં આવી હતી.
હળવદ ખાતે મળેલી બેઠકમાં ભાગ લેનાર તલાટી અને અન્ય કર્મચારીઓને સંકલિત બાળ સુરક્ષાની યોજના, બાળ અધિકારો, બાળ મજુરી, દતક વિધાન, આફટરકેર યોજના, ફોસ્ટરકેર યોજના, સ્પોન્સરશીપ યોજના, પાલક માતા-પિતા યોજના, બાળલગ્ન અધિનિયમ, સમાજ સુરક્ષાની દિવ્યાંગોને લગતી યોજનાઓ તથા ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિની કામગીરી બાબતે ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં lEC મટીરીયલ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં હળવદ તાલુકા વિકાસ અધિકારી અમિત રાવલ અને જિલ્લા બાળ સુરક્ષા એકમના રીતેશ ગુપ્તા અને સમીર લધડ માર્ગદર્શન અપાયું હતું.