શું મોરબી જિલ્લા પોલીસ વડા અને પી.એસ.આઈ.ને  એટલી પણ માહિતી નથી કે  બે વર્ષની સજાની જોગવાઈ વાળા ગુનામાં આરોપીની ધરપકડ ના કરી શકે, કસ્ટડીમાં ના રાખી  શકે કે રીમાન્ડ ના માંગી શકે ? છતાં પણ માનદ પત્રકાર અને એડવોકેટની કોર્ટ પરિસર માંથી જ કોઈપણ આગોતરા જાણ વિના ધરપકડ કેવી રીતે કરી ?

મોરબી તા ૦૩

મોરબી જિલ્લો હનીટ્રેપ કરવા માટે સોફ્ટ ટાર્ગેટ છે. છેલ્લા ઘણા સમયથી મોરબી જિલ્લામાં સમયાંતરે હનીટ્રેપ ની ઘટનાઓ ધટતી જોવા મળે છે. ત્યારે મોરબી પોલીસે અને પત્રકારોએ સાથે મળીને એક  એવું કૃત્ય કર્યું છે જે હનીટ્રેપ ની ઘટનાઓ ને પ્રોત્સાહન આપનારુ છે.

આમ તો સૌ કોઈ એ ઘટનાથી વાકેફ જ છે કે મોરબી તાલુકા ની હદ માં એક બળાત્કારની ઘટના ધટી હતી અને આ ઘટનામાં એક પુખ્ત વયની ગાયિકા ફરિયાદી હતી. તેણે એક મુસ્લિમ શખ્સ સામે તેની મરજી વિરુદ્ધ સંભોગ કર્યાની ફરિયાદ કરી હતી મતલબ કે બળાત્કારની. આ ઘટનામાં સચ્ચાઈને ઉજાગર કરતી માહિતી મોરબી-માળીયાના પત્રકાર કમ એડવોકેટ રજાક બુખારીના હાથમાં આવતા તેણે અમુક માહિતી અને ભોગ બનનાર અને ફરિયાદી ના ફોટા સમાચાર માધ્યમો દ્વારા વાયરલ કર્યા હતા. જેને ધ્યાનમાં રાખી સુપ્રીમની ગાઈડલાઈન ભંગ થતી હોય ૨૨૮ એ (૧) મૂજબ પત્રકાર સામે ફરિયાદ થઈ હતી અને સમય રહેતા ચાલુ કોર્ટમાંથી પત્રકાર કમ વકીલની ધરપકડ કરવામાં આવી હતી.વાત અહીં સુધી બરાબર છે પત્રકાર હોય કે કોઈ પણ કાયદો બધા માટે સરખો છે અને કાયદાથી કોઈ પર નથી. પરંતુ વાત છે ધરપકડ બાદની ઘટનાની.

મોરબી જિલ્લામાં પત્રકાર તરીકે માનવ સેવા આપતા અને એડવોકેટ ની પ્રેક્ટિસ કરતા રજાક બુખારી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ ગુનામાં બે વર્ષની સજાની જોગવાઈ હોય જેમાં આરોપીને માત્ર અટક કરી પોલીસ મથકે જામીન લઈને મુક્ત કરવા જોઈએ. આ ગુનામાં 24 કલાક લોકઅપમાં રાખવાની કે રીમાન્ડ માંગવાની કે પછી ધરપકડ કરવાની જોગવાઈ ન હોવા છતાં અમુક મળતિયાઓને ચડામણીથી આરોપી એડવોકેટ હોય અને પત્રકાર તરીકે માનવ સેવા આપતા હોવાથી તપાસ કરનાર પીએસઆઇ ને જાણ હોવા છતાં મોરબી જિલ્લા એસપી અને મોરબી તાલુકા પીએસઆઇ પટેલે અંગત ખાર રાખી આરોપી રજાક બુખારીને કોર્ટ પરિસરમાંથી ધરપકડ કરી 24 કલાક ગેરકાયદેસર રીતે લોકઅપમાં રાખી આ ગુનામાં રીમાન્ડની જોગવાઈ ન હોવા છતાં ત્રણ દિવસની રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા રિમાન્ડ નામંજૂર કરી કોર્ટે  જામીન આપતા  મોરબી તાલુકા પોલીસે  વિલા મોઢે  પાછું ફરવુ પડ્યું હતું. આ વાત થઇ એક પીએસઆઈ કક્ષાના અધિકારીની.

હવે વાત મોરબી જિલ્લા પોલીસની, આરોપી વ્યવસાયે વકીલ હોય અને માનસ પત્રકારની સેવા આપતા હોય તેની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવા સામાન્ય ગુનામાં પત્રકાર પરિષદ બોલાવી અને બેશરમ પત્રકારો પરિષદ માટે દોડી પણ ગયા. ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી એસપીએ ઇલેક્ટ્રોનિક મીડિયા ને ઇન્ટરવ્યૂ આપી ઈજ્જત અને  પ્રતિષ્ઠા ઠેસ પહોંચાડી હતી અને એસપીને પણ કાયદાનું ભાન ન હોય તેમ પાંચ દિવસના રિમાન્ડ માગવામાં આવશે તેવું બોલી પોતાની અજ્ઞાનતાના દર્શન કરાવ્યા હતા.

આવા ગતકડા અને ખેલ શા માટે ? પત્રકારે કાયદાની ભાષામાં ગુનો કર્યું તે બરોબર છે. પરંતુ તે યુવતીએ કયા સંજોગોમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે અને યુવતીએ કાયદાનો કેવો ગેર ઉપયોગ કર્યો છે તે જ ખુલ્લું પાડવાનો પ્રયાસ પત્રકાર રજાક બુખારી દ્વારા કરવામાં આવ્યો હતો. જો આવી ઘટનામાં મોરબી પોલીસ અને પત્રકારો બેશરમની જેમ પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થશે તો આવા હનીટ્રેપ કરનારા લોકોની હિમ્મત વધશે. અને પત્રકારો સાચી ઘટના બહાર લાવતા પણ ખચકાશે. આ ઉપરાંત જિલ્લા પોલીસ વડા જે લોકોને પત્રકારો સમજી પત્રકાર પરિષદ યોજતા હોય છે તેમાંના મોટા ભાગના પત્રકારો પાસે તેમની જે તે સંસ્થાના ઓળખકાર્ડ પણ નથી હોતા.વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/IzhIgfFbAEs10xxJTNTEZU