હનીટ્રેપનો શિકાર થનાર યુવાનને ધમકાવી ભગાડી મૂક્યો : ઉલટા બળાત્કારની ફરિયાદમાં ફસાય તેવો ડર બતાવ્યો…

સૌરાષ્ટ્ર અને તેમાય ખાસ કરીને મોરબી જિલ્લો હનીટ્રેપની ધટના‌ નું હબ બનતુ જોવા મળી રહ્યું છે. મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સમયાંતરે હનીટ્રેપની ધટના ધટતી જોવા મળી રહી છે. અને આ હનીટ્રેપની ધટનામા ક્યાંક ને ક્યાંક હનીટ્રેપ કરનારા ઉપર પોલીસના આશીર્વાદ હોવાની ચર્ચા જે તે સમયે ચાલી હતી. તેનો તાજો દાખલો હમણા જોવા મળ્યો હતો.

વાત જાણે એમ છે કે પાયલ નામની કોઈ યુવતી છેલ્લા ઘણા સમયથી વીરપર અજંતા આસપાસના વિસ્તારમાં સક્રિય થઇ છે આ યુવતી દ્વારા ફેસબુકના માધ્યમથી પ્રથમ યુવાન સાથે વાતચીત કરે છે અને બાદમાં યુવાનને તેની લોભામણી વાતોમાં ફસાવીને વિરપર થી અજંતા પાસે મળવા બોલાવે છે. યુવાન તેને મળવા જાય કે થોડી જ ક્ષણોમાં બાઇક ઉપર બે ત્રણ યુવાનો આવીને તે મળવા આવનાર યુવાને ધેરી લે છે અને છરી સહિત નાં હથિયારો ના જોરે યુવાનને લૂંટી લે છે આ યુવાન પાસે સ્થળ ઉપર હાજર મોટી રકમ ના હોય તો રૂપિયા મંગાવવા ધમકાવવા માં આવે છે.

આ પ્રકારની ઘટનાઓ છેલ્લા પાંચ છ મહીના થી ધટી રહી છે અને  હનીટ્રેપ નો‌ ભોગ લગભગ ૧૦ થી ૧૫ લોકો બન્યા છે. જેમાં થોડા દિવસો પૂર્વે એક મોરબીનો યુવાન ભોગ બન્યો હતો તેને છરીની અણીએ એક લાખ રૂપિયા આપી તો દિધા પરંતુ હિંમત કરીને આ સમગ્ર ઘટના અંગે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.

મોરબી એ ડિવિઝન પોલીસને યુવાને હિંમત રાખી જાણ કરી તો પ્રથમ તો તેની હિંમત તોડી નાખવા પોલીસે યુવાનને એવું ડર બતાવવાનો પ્રયાસ કર્યો કે યુવતી તારી સામે વળતી બળાત્કારની ફરિયાદ કરશે માટે આવી લપમાં પડ માં. જોકે યુવાને કોઈ પણ ભોગે આ ગોરખધંધા ખુલ્લા પાડવા ની વાત કરી તો પોલીસે તેને સમજાવીને રવાના કર્યો અને કહ્યું કંઈક હશે તો બોલાવશુ તેમ જણાવ્યું.

બાદમાં ગઇકાલના મોરબી એ ડિવિઝને કોઈપણ રીતે યુવાનને આ ઘટના સંદર્ભે પકડ્યો અને ભોગ બનનારને ઓળખ માટે બોલાવતા ભોગ બનનાર તેને ઓળખી ગયો તો ફરિયાદ લેવાને બદલે પોલીસે ભોગ બનનારને એવું કહ્યું કે આ તો લુખ્ખી નો છે આના પાસેથી કંઈ નહીં નીકળે. હવે આ પોલીસને કોણ સમજાવે કે લુખ્ખી ના જ આવા ધંધા કરે કંઈ કારખાનેદારો છરી લઈને યુવતીની આડમાં લુંટવા ના નીકળી પડે અને લુખ્ખીનાને સીધા કરવા જ પોલીસ છે.

ભોગ બનનાર યુવાને ફરિયાદ થી લઈને અરજી કરવા સુધીની હિંમત દેખાડી હતી જોકે મોરબી પોલીસે ગલ્લાતલ્લા કરી યુવાનને ડરાવીને પોલીસ સ્ટેશનથી જતા રહેવા મજબૂર કર્યો હતો.

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/BTJr4yJgZxF7IEElWbDoSf