મોરબીમાં તાજેતરમાં બે ઉદ્યોગપતિની દીકરીના લવમેરેજ ને લઈને ભારે મહેનત કરનાર મોરબી પોલીસ આમ નાગરિક માટે કયારે સમય કાઢશે ?

મોરબી તા ૦૭

ભારતીય બંધારણ અને કાયદો બધા માટે સરખો છે અને કાયદાના રક્ષકો દિવસ-રાત જોયા વગર બધાને સરખો ન્યાય અપાવવા માટે હાજર હોય છે. આવી બધી વાતો માત્ર પુસ્તકોમાં અને ફિલ્મમાં જ સારી લાગે છે. કાંતો “નાગાની પાચશેરી ભારે” અથવા તો “પૈસો જ મારો પરમેશ્વર”એ નીતિ પ્રમાણે હાલતો ચિત્ર જોવા મળે છે. અને આવો જ કંઈ હાલ મોરબી પોલીસમાં છે.

હમણાં થોડા દિવસોના અંતરે મોરબીમાં બે ઘટના બની, બે જાણીતા ઉદ્યોગપતિ ની પુત્રી હોય તેમના ધનકુબેર બાપની સરખામણીએ મૂફલીશ કહી શકાય તેવા યુવાનો સાથે પ્રેમ કર્યો અને લગ્ન પણ કરી લીધા. બંને અલગ અલગ ઘટના છે અને એક ઘટનામાં મોરબીના જાણીતા ઉદ્યોગપતિની પુત્રીએ મોરબી જીલ્લાના જ એક ગામના યુવાન સાથે લગ્ન કરી લીધા ની વાત પિતાને જાણ થતા પુત્રીના પ્રેમી ને અને વચેટિયાઓને લાખો આપી રાતો રાત છુટાછેડા કરાવી નાખ્યા. અન્ય એક ઘટનામાં પોતાને ત્યાં બે નંબરના નાણા નો હિસાબ રાખનાર યુવાનની આંખ પોતાની પુત્રી સાથે મળી જતા બંને પ્રેમી પંખીડા ભાગી ગયા.

બંને ઘટનામાં કાયદાથી પર જઈને પોલીસની મદદ લેવામાં આવી અને જિલ્લા પોલીસ વડાએ તેમના થી થતી મદદ કરીને રાતોરાત મામલો નિપટાવી પણ દીધો. એક ઘટનામાં તો સુરતની પોલીસની પણ મદદ લેવામાં આવી હતી અને આ બંને ઘટનામાં લાખોના મોઢે રૂપિયા બંને પિતાએ વાપરી ઘરની વાત ઘરમાં પતાવી દીધી.

હવે કોઈ પણ માતા પિતા અમીર હોય કે ગરીબ તેની પુત્રી કોઇ સાથે ભાગી જાય તે મરવા સમાન વાત હોય છે અને આપણો કાયદો પણ ભાગેડુ પ્રેમીઓ માટે જ ફાયદાકારક છે. અને મોરબીના ઉદ્યોગપતિઓની પુત્રી ભાગી જાય તેમાં પોલીસે જે કર્યું તે આવકારદાયક છે પરંતુ તે ક્યારે જ્યારે આટલી જ મહેનત પોલીસ ગરીબ ઘરની દીકરી ને કોઈ લુખ્ખો ભગાડી જાય અને તેના મા-બાપ પોલીસ પાસે જાય ત્યારે જો પોલીસ આટલી સતર્ક રહી કામગીરી કરે ત્યારે.

ના ક્યારેય નહીં ગરીબ ધરની દિકરી ભાગે ત્યારે પોલીસને અચાનક યાદ આવી જાય છે કે પ્રેમીપંખીડા ઉમરલાયક છે ભારતીય કાયદા ના ધારાધોરણ પ્રમાણે લગ્ન કર્યા છે. માટે તેમાં કાયદાની રૂએ કાંઈ ન થઈ શકે.ગરીબ ની દીકરીઓ માટે જે કાયદામાં કાંઇ નથી થતું તેજ કાયદાની ઐસીતૈસી કરીને મોરબીના ઉદ્યોગપતિઓની દીકરીઓના રાતોરાત છૂટાછેડા કરાવવામાં જિલ્લા પોલીસે ખાસ રસ લીધો હતો. અને તેમાએ સુરતના જે પ્રેમી પંખીડા પકડાયા તે ઘટનામાં તો એક યુવાનને યુવતીના પરિવાર વતી અમુક લોકોએ ઠોર માર્યો હતો.ભાગેડુ પ્રેમી પંખીડાની ભાળ મેળવવા જે યુવાનોને  માર માર્યો હતો તે યુવાને ટંકારા પોલીસમાં ફરિયાદ કરવાની કોશિશ પણ કરી હતી. પરંતુ વગદાર બાપ ના કારણે કોઈ ફરિયાદ નહોતી થઈ.

અમુક હિતડાહ્યા માણસો એવું વિચારતા હશે કે જે થઈ ગયું થઈ ગયું હવે આવા સમાચાર પ્રસારિત કરીને કોઈને બદનામ કરવાનો શું મતલબ ? તો તેઓ માટે જણાવી દઈએ કે મોરબી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં ગુમસુદા ની અરજીઓ ની યાદી બનાવવામાં આવે તો લગભગ ડઝનના મોઢે કોઈને કોઈ આવારા તત્વો યુવતીઓને લઈને ભાગી ગયાની ઘટનાઓ સામે આવશે જેની તપાસ થઇ જ નથી આવી ધુળ ચઢેલી ફાઈલો મોટાભાગના પોલીસ સ્ટેશનમાં પડી છે. અને તેની પાછળનું કારણ છે કે યુવતીના માતા-પિતા ગરીબ છે.

હા કદાચ જીલ્લા પોલીસ વડા પાસે યાદીના હોય તો બે ચાર નામો અમારી પાસે છે જેમાં મોરબી પોલીસની મદદ ના મળતાં પરિવાર ખુદ તપાસ ચલાવી રહ્યો છે.

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/KVEP9mU0OYMKBW5SVH9xLx