ત્રણ દિવસમાં 9 થી 11 ઈંચ સુધી ખાબકવાની આગાહી વચ્ચે સવારથી મોરબી જીલ્લામાં વરસાદ શરૂ

મોરબી તા. ૦૯

આ સીઝનમાં સમગ્ર મોરબી જિલ્લામાં વરસાદ ની ધટ હતી જેના કારણે જગતના તાત માં ચીંતા ની લાગણી ફેલાઇ ગઇ હતી. સવારે જેમ ભગવાને ખેડૂતોની વાત સાંભળી હોય તેમ સમગ્ર મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. આજે સવારથી પડી રહેલ વરસાદમાં  સાંજે ચાર વાગ્યા સુધી મોરબી તાલુકામાં ૪૩ mm, વાંકાનેર તાલુકામાં 18 mm, હળવદમાં 88 mm, ટંકારામાં 48 mm, માળીયામાં 41 ઈંચ કેટલો વરસાદ પડેતા પ્રજામાં ખુશીનો માહોલ છવાઈ ગયેલ છે.