શ્રાવણીયા જુગાર રમવા જુગારીઓ મેદાનમાં તો સામે પોલીસ તંત્ર તેમને રોકવા મેદાને : વાંકાનેર શહેર પોલીસની જુગારીઓ પર સફળ રેડ : વાંકાનેર શહેરની મિલ સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનથી 19 શકુનીઓને 5.69 લાખના મુદામાલ સાથે ઝડપી પડાયા…

વાંકાનેર શહેર પોલીસ દ્વારા આજ વાંકાનેર શહેરની મિલ સોસાયટી (ગુજરાત હાઉસીંગ બોર્ડ) ના એક મકાનમાંથી રેડ કરી શ્રાવણીયા જુગાર રમતા 19 શકુનીઓને પકડી પાડ્યા હતા. પોલીસ દ્વારા આ 19 જુગારીઓ પાસેથી કુલ 5,69,000 જેટલાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર પી.આઈ. એચ.એન.રાઠોડની સૂચનાથી પી.એસ.આઈ. પી.સી. મોલિયા, અમૃતભાઈ પટેલ, કિરીટસિંહ ઝાલા, અશ્વિનભાઈ ચાવડા, અરવિંદભાઈ ઓળકિયા, સંજયસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ વડગામા સહીતના પોલીસ સ્ટાફ દ્વારા ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેરની મિલ સોસાયટી (ગુજરાત હાઉસીંગ બોર્ડ)ના એક મકાનમાં દરોડો પાડી જુગાર રમતાં ઓગણીસ જેટલા જુગારીઓને પકડી પાડ્યા હતા…

પોલીસ દ્વારા આ મધુભા ધેલુભા ઝાલાના રહેણાંક મકાન રેડ દરમિયાન જુગાર રમતા 1). મધુભા ઘેલુભા ઝાલા, 2). સિદ્ધરાજસિંહ હેમંતસિંહ ઝાલા, 3). મયુરસિંહ ઘર્મેન્દ્રસિંહ ઝાલા, 4). પારસભાઈ ઉર્ફે ભજી ભરતભાઈ મકવાણા, 5). પ્રધુમનસિંહ કૃષ્ણસિંહ રાઘવ, 6). રાજદીપસિંહ અનિરુધ્ધસિંહ ઝાલા, 7). રમેશભાઈ જેઠાભાઈ જેત્રોજા, 8). સલીમભાઈ ઈસ્માઈલભાઈ મકવાણા, 9). સાગરભાઈ પ્રદીપભાઈ બુદ્ધદેવ, 10). સુનીલભાઈ દેવજીભાઈ અઘારા, 11). હકાભાઇ હીરાભાઈ વીજવાડીયા, 12). રાજેશભાઈ નાનજીભાઈ જીજવાડીયા, 13). વિરલભાઈ પ્રદીપભાઈ બુદ્ધદેવ, 14). ધર્મેશભાઈ વિનોદભાઈ કલોલા, 15). પૃથ્વીરાજસિંહ મહાવીરસિંહ જેઠવા, 16). પાર્થગીરી પંકજગીરી ગૌસ્વામી, 17). ધર્મેશભાઈ વીરેન્દ્રભાઈ ગૌસ્વામી, 18). દેવાભાઈ કાલદેભાઈ ઉર્ફે કાળાભાઈ સોલંકી અને 19). નીરવભાઈ સૂર્યકાંતભાઈ જોષીને કુલ 5,69,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેમની વિરુદ્ધ જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

 

https://chat.whatsapp.com/Bx1Ba5b2vt15srlPPaMWwx