શિવસેના, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સર્વ હિંદુ સંગઠનો દ્વારા કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણય ને આશતબાજી કરી વધાવ્યો

મોરબી તા. ૦૫

આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે સમગ્ર ભારત દેશની જનતાએ લોકસભામાં જે જનાદેશ આપ્યો તેનું સન્માન કરતા આજે જમ્મુ કાશ્મીરની કલમ 370 હટાવવાનો અને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ શિવસેના અને સર્વહિન્દુ સંગઠન ની યાદી જણાવે છે કે આજે સાંજે બરાબર 7:૦૦ વાગ્યે નેહુરું ગેટ ચોક (નગર દરવાજે) પાસે કેન્દ્ર સરકારના આ ઐતિહાસિક નિર્ણયને વધાવવા માટે ફટાકડા ફોડી ઢોલ વગાડી જય ઘોસ સાથે હર્ષ અને ઉલ્લાસ સાથે વધાવ્યો છે.