મોરબી તા. ૧૩

સવારે ૮ વાગ્યે વાવાઝોડુ ‘વાયુ’ સોમનાથથી દક્ષિણ પશ્ચિમે ૧૨૫ કિ.મી. દૂર પહોંચ્યુ છે. જે પશ્ચિમ દિશામાં ફંટાઈ રહ્યું છે. વાવાઝોડાએ દિશા બદલી ગુજરાતના કાંઠેથી  દૂર જવા લાગ્યુ છે  ગુજરાતના સમુદ્ર કાંઠાના સમાંતરે આ વાવાઝોડુ ફંટાઈ જશે પણ સૌરાષ્ટ્રના કાંઠા ઉપર ત્રાટકશે નહિં જેની અસરથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં  જોરદાર  પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદનું જોખમ રહેશે. ‘વાયુ’ વાવાઝોડાની રફતારમાં નવો વળાંક આવ્યો છે અને સૌરાષ્ટ્રના કાંઠેથી  દૂર ચાલ્યુ જાય એવુ હવામાન વિભાગે જણાવ્યું હતું. આજે બપોરે ૧૩૫ થી ૧૪૫ કિ.મી.ની  ઝડપે વાયુ વાવાઝોડુ દ્વારકા-ઓખા બંદરની સમીપે પોરબંદરના દરિયાકાંઠેથી ફંટાઈ જાય તેવા પૂરા સંજોગો સર્જાયા છે દરમિયાન ગુજરાતમાં ૨૨૫૧ ગામોનો વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. જેમાં ૫૬૬ વીજ થાંભલા પૂર્વવત કરાયા હતા. ૯૦૪ વીજ ફીડરમાંથી ૧૯૭ ફીડર પુનઃ કાર્યરત કરાયા છે.

ગુજરાતીઓ  માટે રાહતના સમાચાર આવેલ છે સેવા વધુ પહેલા ગંભીર રૂપ ધારણ કરી ગુજરાત ઉપર આવવાનુ હતો એ માત્ર હવે ભારે પવન અને વરસાદ સાથે ગુજરાતથી દૂર ઓમાનના દરિયામાં ફંટાઈ જશે.

જાહેરાત વિભાગ

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લીંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/BbuxV95FTCfAwYp0tL4xxd