“વાયુ” વાવાઝોડું સમય જતાં વધુ તીવ્ર અને ગંભીર બનતાં ગુજરાત માટે આગામી 24 કલાક ખૂબ જ કપરી

તંત્ર “વાયુ”  નો સામનો કરવા સંપૂર્ણપણે સજ્જ : લોકોને પણ સાથ-સહકાર આપવા સરકારની અપીલ :  સમાજ સેવકો-રાજકીય પક્ષો-અનેક સંગઠનો દ્વારા સેવાયજ્ઞ શરૂ

મોરબી તારીખ 13

હજુ માત્ર એક માસ પહેલા ઓડીસા માં આવેલ ફેની વાવાઝોડાએ સંપૂર્ણ ઓડીશા ને તહેશ નહેસ કરી નાખેલું હતું પરંતુ સરકાર દ્વારા અગમચેતી રૂપે ફેની વાવાઝોડા પહેલા જ લોકોનું સ્થળાંતર તેમજ બચાવ કામગીરી ખુબ જ સરાહનીય રૂપે કરતા લોકોના જાન માલ ને નહિવત નુકસાન થયેલ હતું.

આજે એ રીતે જ ગુજરાત ઉપર વાયુ વાવાઝોડાના શંકટ રૂપી વાદળો ઘેરાયેલા છે. અરબી સમુદ્ર માંથી ગુજરાતના દરિયા કિનારા તરફ ખૂબ જ તીવ્ર ગતિથી અને ભયંકર રૂપ ધારણ કરી વાયુ વાવાઝોડું આગળ વધી રહેલ છે. જેમ જેમ વાવાઝોડુ નજીક આવી રહી છે એમ તે વિકરાળ રૂપ ધારણ કરી રહેલ છે. જે આજરોજ બપોરે ૨:૩૦ કલાક સુધીમાં ગુજરાતના દરિયા કિનારા પર ત્રાકટી શકે છે અને સવારના 8:00 થી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં તેની અસર વધુ પ્રમાણમાં જોવા મળી શકે છે. જેથી તંત્ર દ્વારા લોકોને સાવચેતી થી રહેવા ને બીન જરૂરિયાત પણ એ બહાર ના નીકળવા ની અપીલ પણ સરકાર દ્વારા કરવામાં આવી છે.

તંત્ર દ્વારા વાયુ વાવાઝોડા થી બચવા પોતાની તમામ શક્તિ કામે લગાડી દીધેલ છે. N.D.R.F તેમજ આર્મી ને બચાવ કામગીરી માટે સમગ્ર ગુજરાતમાં સ્ટેન્ડ બાય કરી દેવામાં આવેલ છે. તેમજ સમગ્ર ગુજરાતમાંથી સવા બે લાખ લોકોના સ્થળાંતર પણ તંત્ર દ્વારા કરવામાં આવેલ છે તેમજ હજુ પણ જરૂર  લાગે તેવા લોકોના વધુ સ્થળાંતર કરવામાં આવી રહેલ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે  વાયુ વાવાઝોડું ગુજરાત ઉપર આવશે તે નિશ્ચિત છે પરંતુ તંત્ર આ વાયુ વાવાઝોડું નો સામનો કરવા સંપૂર્ણપણે સજ્જ છે. સમગ્ર ગુજરાતમાં બચાવ કામગીરી તૈયારી પૂરજોશમાં કરવામાં આવી રહેલ છે. વિજય રૂપાણીએ લોકોને પણ આ કુદરતી સમસ્યામાં લોકોની મદદ કરવા આગળ આવવા અપીલ કરેલ છે. અનેક રાજકીય પાર્ટીઓ, સંગઠનો અને સમાજસવકો દ્વારા ફૂડપેકેટ થી લઈને અનેક કામગીરી શરૂ કરી દેવામાં પણ આવેલ છે.

આગામી 24 કલાક માટે લોકોને ચક્રવાત ટીમ દ્વારા સાવધ રહેવા તેમજ કામ વિના બહાર ના નીકળવા અને પોતાની આસપાસના જરૂરિયાત મંદ લોકો ને મદદ કરવા અપીલ કરવામાં આવે છે.

જાહેરાત વિભાગ

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/JlxwclZ0NItKw6c7d2pJec