વર્તમાન વર્ષમાં ગુજરાત ભરમાં દરેક ક્ષેત્રમાં મોંઘવારીએ માઝા મૂકી છે જેથી નાના મધ્યમ અને ગરીબ વર્ગના નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરીબ પરિવારોએ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યું છે. થોડા દિવસ પુર્વે જે ભાવમાં એટ મણ ડુંગળી મળતી તે ભાવે હાલ એક કીલો મળે છે એટલે કે ગરીબોની કસ્તુરીના ભાવ એક ઝાટકે 20 ગણા વધી ગયા જે બાદ હાલ બટેટા પણ એ જ માર્ગે જઈ રહ્યા છે પાંચ દિવસ પૂર્વે મળતા 15 રૂપિયા કીલો એ મળતા બટેકા હાલ 30 રૂપિયા કિલોમળે છે‌….

પી.એમ. મોદી સાહેબના અચ્છે દિન કબ આયેગે ? વાતોની ભરમાર ચલાવી ભારતની લાગણીશીલ પ્રજાને પોતાની આગવી શૈલી અને વણઝારોની ભરમાર ચલાવી મતદારોને ભોરવીને મતો અંકે કરીને સંપૂર્ણ બહુમતી સાથે શાસનની ધુરા સંભાળનાર આજે ‘ રાત ગઈ સો બાત ગઈ ‘ ની જેમ હજુ સુધી પોતે આપેલ એક પણ ચૂંટણી વચન સાર્થક થયું કર્યું નથી છતાં પણ ભારતીય નાગરિકો બેવકૂફ બની રહ્યા છે, જે ક્યાં સુધી ચાલશે ?????

ભાજપને શાસન કરતા આવડતું નથી અને કોંગ્રેસને વિરોધ કરતા આવડતું નથી જેનો ભરપૂર લાભ ભાજપની બહુમતિના જોરે ચાલતી મોદી સરકાર લઇ રહી છે. દેશના સામાન્ય નાગરિકો આર્થિક સંકડામણથી બેહાલ છે, ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાયેલા છે, આપઘાતનો માર્ગ અપનાવી રહ્યા છે છતાં હાલ અચ્છે દિન દુર દુર સુધી નથી દેખાઈ રહ્યા… ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી ખરીદવી આજે દોહ્યલી બની ગઈ છે, એક સમયમાં 80 રૂપિયામાં એક મણ(20 કીલો) વેચાતી ડુંગળી આજે 80 રૂપિયાની એક કિલો વેચાઇ રહી છે, જેથી નાછૂટકે નાગરિકો મજબૂત મજબૂરીમાં ડુંગળી ખરીદી રહ્યા છે….

બાબતે સરકાર દ્વારા બજારમાં 40 રૂપિયા કિલો ડુંગળી મળશેની જાહેરાતનો અમલ કયારે થશે ? ન થવા પાછળ સંગ્રહખોરો પાસેથી લીધેલ વધુ ચૂંટણી ફંડ જવાબદાર છે કે કેમ ? હાલની પરિસ્થિતિ જોતા સરકાર પ્રજાની કમરતોડવાના પુરા પ્રયાસો કરી સંગ્રહખોરોની તેજુરી ભરવાના પ્રયાસો કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. ડુંગળી બાદ પણ બટાકા હમ કિસીસે કમ નહી, પાંચ દિવસ પૂર્વે 15 રૂપિયે કિલો વેચાતા બટેટા આજે 30 રૂપિયે કિલો થયા છે. પાછળ ક્યું ષડયંત્ર જવાબદાર ?

વધુ સમાચાર માટે અમારી સાથે જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/I0ptLqE8OsJGKci8fiL6jM