ભારત સરકારના ઐતિહાસિક જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 ની નાબુદી ના નિર્ણય અનુસંધાને આજરોજ વાંકાનેર શહેરની શારદા વિદ્યાલય અને અમરસિંહજી હાઈસ્કુલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો તેમજ વિદ્યાર્થીઓએ હાજર રહી ભારતીય બંધારણની ‘ કલમ 370 ‘ વિશે વિશેષ માહિતી મેળવી હતી…

ભારતા ભાગલા બાદ જમ્મુ અને કાશ્મીરને ભારતો હિસ્સો બનાવવા અને ત્યાંના નાગરિકોને વિશેષ દરજ્જો આપવા માટે ભારતના પુર્વ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ દ્વારા ભારતના બંધારણમાં કલમ 370 દાખલ કરી હતી જે હાલની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા રદ કરવામાં આવી છે જેના વિશે સંપૂર્ણ માહિતી આપવા માટે વાંકાનેરની શારદા વિદ્યાલય અને અમરસિંહજી હાઈસ્કુલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ….

શારદા વિદ્યાલય અને અમરસિંહજી હાઈસ્કુલ ખાતે આયોજિત આ 370 કલમ નાબુદી અંતર્ગતના જન જાગૃતિ કાર્યક્રમમાં વાંકાનેર યુવરાજ કેસરિદેવસિંહજી ઝાલા, દુર્લભજીભાઇ (મોરબી), હસુભાઇ પંડયા, અમરશીભાઇ મઢવી, સુરેશભાઇ દામોદરભાઇ, ગોપલભાઇ, મનુભા રાણા અમુભાઇ ઠાકરાણી, ચેતનભાઇ, પરેશભાઇ, નીશીતભાઇ, અમીતભાઇ રાજગોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને નાગરિકો અને વિદ્યાર્થીઓને કલમ 370 નાબુદી વિશે વિશેષ માહિતી આપી હતી…..

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/Fc2Eq0b7orSFtNaMKlJhvb