વાંકાનેર શહેર પોલીસ દ્વારા આજે વિદેશી દારૂનો વેપાર કરતા એક શખ્સને શહેરના પેડક વિસ્તારમાંથી 11 બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી પાડયો હતો. પોતાના એક્ટીવા બાઈક પર વિદેશી દારૂની હેરાફેરી કરવા નિકળેલા આરોપીને વાંકાનેર શહેર પોલીસ દ્વારા ખાનગી બાતમીના આધારે ઝડપી લીધો હતો અને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

વાંકાનેર સિટી પોલીસના એ.એસ.આઈ. એ.આર. પટેલ, પો.હેડ.કોન્સ. અશ્વિનસિંહ રાણા, પો. કોન્સ. અરવિંદભાઈ ઓળકીયા અને મહેન્દ્રભાઈ વડગામા સહિતનો સ્ટાફ દ્વારા ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા પાસેથી આકાશ જયેશભાઇ ઓઝા (ઉ.વ. 20, રહે. માર્કેટ ચોક, ઓઝા શેરી) ને તેના એક્ટિવા નંબર GJ 36N 9942 કિંમત 50 હજારને ભારતીય બનાવટના અંગ્રેજી દારૂ પાર્ટી સ્પેશિયલ વહીસ્કીની 750 એમ.એલ.ની કાચની 11 નંગ બોટલ જેની કિંમત રૂ. 3300 સાથે કુલ 58,800 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે…

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લીંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/KJnrBRpQaqs0A5uGvCh92T