વાંકાનેર શહેર નજીક આવેલ હાઈવે ચોકડી ખાતે વાંકાનેર બાઉન્ડ્રી તરફથી માલ ભરી આવતી માલવાહક બોલેરો કાર પરથી અચાનક ડ્રાઈવરે કંટ્રોલ ગુમાવતાં કાર ડીવાઈડર પર ચડી જતાં પલ્ટી ખાઇ ગઇ હતી જેમા બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આજ સાંજના 9:15 કલાકની આસપાસ વાંકાનેર બાઉન્ડ્રી તરફથી લાદી ભરી આવતી માલવાહક બોલેરો ગાડી નંબર GJ 01 DT8909 પરથી ડ્રાઈવરે કંટ્રોલ ગુમાવતાં વાંકાનેર હાઈવે ચોકડી ખાતે ગાડી ડીવાઈડર પર ચઠી જઇ પલ્ટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં ગાડી ચાલક સહિત બે વ્યક્તિઓને ગંભીર રીતે ઇજાઓ થતાં એકઠા થયેલાં લોકોએ એમ્બ્યુલન્સને જાણ કરી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા…

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/Fc2Eq0b7orSFtNaMKlJhvb