વાંકાનેર શહેર નજીક રાતીદેવરી રોડ પર આવેલ ખોડીયાર જીન પાસે ગત રાત્રીના 1 વાગ્યાની આસપાસ ત્યાંથી પસાર થતા 35 વર્ષીય ક્ષત્રિય યુવાનનું રોડ પર રાત્રિના રઝળતા ઢોર સાથે ધડાકાભેર બાઈક અથડાતાં મોત થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર શહેરમાં રજળતા ઢોરોનો અસહ્ય ત્રાસ હોય અનેક અખબારી અહેવાલો બાદ પણ જવાબદાર પાલિકા તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતાં આજે રઝળતા ઢોરના કારણે એક યુવાનનો ભોગ લેવાયો છે. શું આ ભોગ બાદ પાલિકા તંત્ર જાગશે, કે પછી હજુ પણ વધુ નિર્દોષ નાગરિકોના ભોગની રાહ જોશે વાંકાનેર પાલિકા તંત્ર ??????

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક રાતીદેવરી રોડ પર આવેલ એવન્યુ સોસાયટીમાં રહેતા પૃથ્વીરાજસિંહ કીશોરસિંહ જાડેજા (ઉ.વ. 35) નું ગતરાત્રીના 1 વાગ્યાની આસપાસ પોતાના ઘર નજીક ખોડિયાર જીન પાસે ભેંસ સાથે પોતાનું બાઈક અથડાતાં પૃથ્વીરાજસિંહ નું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગઇ મૃતક યુવાનની લાશને પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી….

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/KVEP9mU0OYMKBW5SVH9xLx