વાંકાનેર શહેર નજીક આવેલા વઘાસિયા ટોલનાકા પાસે હાઈવે પર એક ડબલ સવારી બાઇક ડીવાઈડર સાથે અથડાતાં બાઈક ચાલકનુ ગંભીર ઈજાઓને લીધે ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે બાઈક પાછળ બેસેલા વ્યક્તિને ગંભીર ઈજાઓને લીધે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલા વઘાસિયા ટોલનાકા પાસે સવારે એક ડબલ સવારી બાઇક ડીવાઈડર સાથે અથડાતાં બાઈક ચાલક ધીરૂભાઇ મંગાભાઈ કટાણા (ઉ.વ. 21) નુ માથાના ભાગે ગંભીર ઈજાઓને લીધે ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે બાઈક પાછળ બેસેલા મેહુલભાઈ કાળુભાઇ કટાણાને ગંભીર ઈજાઓને લીધે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો…

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/KVEP9mU0OYMKBW5SVH9xLx

જાહેરાત વિભાગ