વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં રહેતી અને ધો.12 માં અભ્યાસ કરતી સોનલબેન રતીભાઇ વોરા નામની 18 વર્ષની વિદ્યાર્થીનીને એક મહિલા સહિત 4 શખ્સો દ્વારા કરાતી હેરાનગતિથી કંટાળી પોતાની જાત જલાવી આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં આ વિદ્યાર્થીનીએ પોતાની સાથે ગેંગરેપ કરાશે તેવા ડરથી સળગી જઇ આપઘાત કર્યાનું બહાર આવતા શહેર ભરમાં બનાવ ચર્ચાનો વિષય બન્યો છે. સોનલને આપઘાત કરવા મજબુર કરવા પાછળ એક મહિલા સહિત કુલ ચારે શખ્સો સામે પીડીતાના પિતાએ વાંકાનેર પોલીસમાં ફરીયાદ નોંધાવી છે જેના પરથી વાંકાનેર શહેર પોલીસ દ્વારા એક મહિલા સહિત બે શખ્સોને પકડી અને વધુ આરોપીઓનખ પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં રહેતી અને ધો.12 માં અભ્યાસ કરતી સોનલ રતીભાઇ વોરા (ઉ.વ.18) એ ગઇકાલે પોતાના ઘરે શરીરે કેરોસીન છાંટી સળગી જતા તેને ગંભીર હાલતમાં વાંકાનેર બાદ રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી, જયાં આજ તેનું મોત થયું હતું. મૃતક યુવતીએ પોતાની પાછળ સ્યુસાઇડ નોટ લખી હતી જેમાં તેણે ત્રણ શખ્સો અને એક મહિલા પોતાને હેરાન કરતા હોય તેનાથી કંટાળી આપઘાત કર્યાનો જણાવ્યું હતું જેથી મૃતકના પિતા રતીલાલ ગોવિંદભાઇ વોરાએ પોતાની પુત્રીને આપઘાત કરવા માટે મજબુર કરનાર ગવરીબેન કેશુભાઇ ઉભડીયા (રહે. વાંકાનેર), રાહુલ રમેશભાઇ વોરા (રહે. વાંકાનેર), જીતેન્દ્ર અરજણભાઇ મકવાણા (રહે. સિંધાવદર) તથા અખીલ પરમાર (રહે. વાંકાનેર) સામે ફરીયાદ નોંધાવી હતી…

વાંકાનેર ગર્લ્સ સ્કુલમાં ધોરણ 12 માં અભ્યાસ કરતી સોનલબેને ગઇકાલે સવારના 11:30 ની આસપાસ પોતાના ઘરે શરીરે કેરોસીન છાંટી જાત જલાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાંથી તેમને સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયેલા જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવેલ. આપઘાતના કારણ પાછળ સોનલે પોતાની સ્યુસાઈડ નોટમાં લખેલ કે ગવરીબેન કેશુભાઇ ઉભડીયા, રાહુલ રમેશભાઇ વોરા, જીતેન્દ્ર અરજણભાઇ મકવાણા અને પરમાર અખિલ સહિતના આરોપીઓ દ્વારા સોનલના જીતેન્દ્ર સાથેના કીસ કર્યાના વીડીઓ લાભ લઈ તેના પર ગેંગરેપ કરવા ઈચ્છતા તેમજ પરમાર અખીલે ફેસબુકમાં ખોટુ આઇ.ડી. બનાવી મને વાર વાર બદનામ કરવાની ધમકી આપતા જેથી સોનલે આ પગલું ભર્યાનું જણાવ્યું હતું….

મૃતકના પીતાની ફરીયાદ પરથી વાંકાનેર શહેર પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ આઇપીસી 306, 354(C),114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવના 24 કલાકમાં જ પોલીસ દ્વારા ચાર આરોપીઓ પૈકી ગવરીબેન કેશુભાઇ ઉભડીયા અને રાહુલ રમેશભાઇ વોરાને પકડી પાડવામાં આવ્યા હતા અને બાકીના આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે….


વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/I0ptLqE8OsJGKci8fiL6jM