વાંકાનેર શહેરમાં નકલીની માર્કેટ દિનપ્રતિદિન પ્રગતિના પંથે જઇ રહી છે. અગાઉ અનેકવાર નકલી ઘીનો વેપાર કરતાં વેપારીઓને ત્યાં રેડો પાડવામાં આવી છે અને નકલી ઘી પણ કબજે કરાયું છે ‌જે બાદ પણ મોટો નફો ચાખી ગયેલા આ વેપારીઓ સુધરવાનું નામ ન લેતા શુદ્ધ ઘીના નામે બનાવવામાં આવતું નકલી વેજીટેબલ ઘી માં અખાદ્ય કેમિકલ્સ અને એસેન્સ મીક્ષ કરીને માત્ર દેશી ઘી ની સુગંધ નાખીને બજારમાં શુઘ્ધ ઘીના નામે નાગરિકોને છેતરી તેમના આરોગ્ય સાથે ખીલવાડ કરવામાં આવે છે જ્યારે આવા વેપારીઓ સામે તંત્ર મુક પ્રેક્ષક બની ગયું છે….

વાંકાનેરની બજારોમાં ખુલ્લે આમ વેચાતું આ નકલી ઘી નાગરિકો આરોગ્ય પર ગંભીર પ્રકારની અસરો કરી અનેક રોગોને આમંત્રિત કરે છે‌. વાંકાનેરની બે આઈટમો દેશ વિદેશમાં પ્રખ્યાત છે જેમાં એક ગાય-ભેશનો શુદ્ધ માવો અને દેશી ઘી, જેની મુંબઇ સહિત દેશભરના નિકાસ થાય છે. એક વખત શુદ્ધતાના નામે પ્રખ્યાત વાંકાનેર શહેર આજે અશુદ્ધતા માટે પ્રખ્યાત બનવા જઈ રહ્યું છે. માવાની અંદર લાટો અને ઘઉંના લોટની મિલાવટ અને ઘી સંપૂર્ણ નકલી.

વાંકાનેરની શુદ્ધતા માટેની છાપને આજે અમુક મોટો નફો ચાખી ગયેલા વેપારીઓ દ્વારા શુદ્ધતાને નેવે મુકી આજે તહેવારોની પહેલા મેદાનમાં આવી ગયા છે. આગામી દિવાળીના તહેવાર અનુસંધાને પૂર્વ તૈયારી રૂપે નકલી માવો અને નકલી ઘી નો મોટો જથ્થો તૈયાર કરીને આ વેપારીઓ બેઠા છે. આ દિવાળીના તહેવારમાં વધુ પ્રમાણમાં ઘીની મિઠાઈઓ બનાવવામાં આવે છે તેનો સંપૂર્ણ લાભ ઉઠાવવા શસ્ત્રો સજાવી ને બેઠેલા આ વેપારીઓ પોતાની દુકાનો અને સ્ટોરોમા દરોડા પાડવામાં આવે તો મોટા જથ્થા નકલી ઘી પકડાઈ શકે છે…

તાજેતરમાં જ વાંકાનેર શહેરમા 8 થી 10 દિવસ પૂર્વે માર્કેટ ચોકની આસપાસના ઘીની દુકાન ધરાવતા એક વેપારીને ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો. બાદમાં સબ સલામતની આલબેલ પોકારાઈ જેની પાછળ કયું પરિબળ કામ કરી ગયું, રાજકીય કે પછી મની પાવર ???? આ બાબત હાલ તમામ રીતે ગુપ્ત રખાય છે. બાબતે જો આવા નકલી ઘીનો વેપલો કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડી તપાસ થાય તો મોટું ષડયંત્ર સામે આવી શકે તેમ છે…

વધુ સમાચાર માટે મારી સાથે જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/KbP4yIfGEuZJurtzPkrMED