વાંકાનેરથી રાજકોટ તરફ જતા રસ્તા પતાળીયા નદી પર ચોમાસા પુર્વે જ બનેલા માઈનોર બ્રીજની કામગીરીમાં લોલમલોલ ના ચક્રવાત ન્યુઝના અહેવાલ બાદ જુના ખાડાઓ બુરાયા બાદ આજ ફરી ઠેર ઠેર નવા ખાડા ખબળાઓ પડ્યા છે જે આ કામગીરીમાં થયેલા કરોડોના ભ્રષ્ટાચારની ચાડી ખાય છે…

બાબતે આ માઈનોર બ્રીજની બંને બાજુના પુરાણ કામમાં રોલીગ કર્યા વગર બનેલા નવા રોડના કારણે આજ એક વરસાદ બદ જ નવા બનેલો રોડ ધોવાઇ ગયો છે. નવા રોડની સાથોસાથ પુલના છેડે પણ મોટા ગાબડાઓ પડ્યાં છે જે વધુ મોટા બની મોટા અકસ્માતને નોતરે તે પુર્વે આ ગાબડાઓ બુરવા અનિવાર્ય બન્યાં છે…

આ પતાળીયાના પુલના સ્થાને અગાઉ બેઠો પુલ કાર્યરત હતો જેને પાડી નવા માઈનોર બ્રીજના કામની શરૂઆત કરાઈ હતી જેમાં અનેક સમસ્યાઓ, વિવાદો સર્જાયા હતા જેના કારણે આ પુલનુ કામ ત્રણ વર્ષ જેટલા લાંબા સમય બાદ પુરૂ કરવામાં આવ્યું હતું. પુલના સ્થળની જગ્યા નગરપાલિકાની હદમાં ન આવતી હોવાથી આ પુલનુ કામ મોરબી જીલ્લા પંચાયત આર. એન્ડ બી. વિભાગ દ્વારા કરવામાં આવેલ.

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના કાર્યકાળ દરમિયાન ચાલુ વિધાનસભાએ વાંકાનેરના ધારાસભ્યની માંગણી અનુસંધાને મંજૂર કરવામાં આવેલા આ પુલના કામ દરમ્યાન BSNL સાથે કેબલના પ્રશ્ને લાંબો વિવાદ ચાલવાના કારણે આ માઈનોર બ્રીજનુ કામ ત્રણ વર્ષે પુરૂ થયું. પુલ તૈયાર થયા બાદ પુલની બંને સાઇડ માં માટી પુરાણ કામમાં પ્રેસીગ વગર થયેલા નબળા કામથી નવા બનાવાયેલ રોડની હાલત ટુક સમયમાં જ બદતર બની છે. રોડમા ઠેર ઠેર ગાબડાંઓ પડ્યા છે પ્રથમ વરસાદમાં જ આ નવો રોડ ધોવાઇ ગયો છે અને મોટા ખાડાઓ પડ્યા છે જેને તાકીદે પુરવા અનિવાર્ય બન્યાં છે….

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/Bx1Ba5b2vt15srlPPaMWwx