બે અલગ-અલગ રેડમા હેરાફેરી કરવા નીકળેલા કુલ ચાર શખ્સો પાસેથી અલગ-અલગ બ્રાન્ડની 18 બોટલ વિદેશી દારૂની જડપાઈ : વાંકાનેર શહેર પોલીસની સફળ કામગીરી…..

વાંકાનેર શહેર પોલીસ દ્વારા ગત રાત્રીના તાલુકાના રાતીદેવરિ ગામમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરવા નીકળેલા પ્રેમજીભાઈ વોરા, કૈલાશભાઇ વોરા, દલપતભાઈ વોરાને અલગ-અલગ બ્રાન્ડની કુલ 10 બોટલ વિદેશી દારૂ સાથે પકડી પાડ્યા હતા..

બીજા કીસ્સામાં વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાંથી મનુભાઈ વોરાને કુલ 8 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડયો હતો. બંને રેડમા વાંકાનેર શહેર પોલીસ દ્વારા કુલ 18 બોટલ વિદેશી દારૂ સાથે કુલ ચાર વ્યક્તિઓની ધરપકડ કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…..

 

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લીંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/BbuxV95FTCfAwYp0tL4xxd