રજળતા ઢોરોના શરીરની ઇતરડીથી ફેલાતાં કોંગો ફિવરનો રોગચાળો ફેલાય પુર્વે રજળતા ઢોરોનો નિકાલ ક્યારે કરાશે ? : મોરબી નગરપાલિકાએ રજળતા ઢોરો પકડવા પ્રતિકારાત્મક પગલાં લેવાનાં શરૂ કર્યાં, વાંકાનેર નગરપાલિકા પ્રેરણા ક્યારે લેશે ? : શહેર અને તાલુકાભરમા નાગરિકો વાઈરલનો ભઘગ બની રહ્યા છે, શું કોઈ ગંભીર રોગચાળો ફેલાયા બાદ તંત્ર જાગશે કે શું ???

વાંકાનેર શહેરમાં ઋતુજન્ય રોગચાળાનાં વધતા કેશોના કારણે શહેર રોગચાળાના અજગરી ભરડામાં સપડાયું છે. શરદી, તાવ, ફ્લુ, ઝાળા ઊલ્ટીના રોગચાળાના હજારો દર્દીઓની દરરોજ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા લાંબી લાઈનો લાગે છે. બાબતે અગાઉ ચક્રવાત ન્યુઝ દ્વારા અખબારી અહેવાલો બાદ જાણે તંત્ર હરકતમાં આવ્યું હોય તેમ ફક્ત દેખાડો કરી જાહેર રોડની બંને બાજુ ડીડીટી દવાના લીટા કરી પોતે આરોગ્યલક્ષી કામગીરી કરતા હોય તેવા દેખાડા કરી સબ સલામતની આલબેલા પોકારી….

વર્તમાન વરસાદી માહોલના પગલે કાદવ કીચડ, માખી મચ્છરોના ઉપદ્રવ બાબતે કાદવ કીચડ દુર કરી ગંદકીના સ્થળોએ જંતુનાશક દવાનો છંટકાવ કરવા સહિતના પગલાં લેવા અનિવાર્ય બન્યાં છે.

હાલ રાજ્યમાં કોંગો ફિવરના ગંભીર રોગચાળા એ હાહકાર મચાવ્યો છે. આ ગંભીર કોંગો ફિવરનો રોગચાળો રજળતા ઢોરોની સાથે ચીપકી ને ચામડી સાથે રહેતી ઇતરડી નામની જીવાત માણસને કરડવાથી કોંગો ફિવરનો ગંભીર રોગચાળો ફેલાય છે. આ રોગચાળો વાંકાનેર વિસ્તારમાં ફેલાય તે પુર્વે પાલિકા તંત્ર આ રોગચાળાનું મુળ રજળતા ઢોરોને વાંકાનેર શહેરમાંથી નિકાલ કરે તે આવશ્યક બન્યું છે. અનેક અખબારી-મીડીયા અહેવાલો બાદ પણ આંખે મોતીયા અને કાને બહેરા બનેલા વાંકાનેર નગરપાલિકા તંત્ર, મોરબી નગરપાલિકાની જેમ જાગી શહેરમાંથી રજળતા ઢોરોને દુર ક્યાંરે કરશે ???

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

 

https://chat.whatsapp.com/BhTLjvNhuVCCfjOFgx62RT