વાંકાનેર શહેર પોલીસ દ્વારા આજરોજ વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિર સામે શેરી નંબર 05 ના ખુણા પર જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતા છ જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ છ જુગારીઓ પાસેથી રોકડ રકમ 13,960 કબજે કરવામાં આવી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર પોલીસ દ્વારા કુંભારપરા હનુમાનજી મંદિર સામે શેરી નં 05 ના ખુણા પરથી જાહેરમાં જુગાર રમતા જીતુભાઈ ધરમશીભાઈ સાદરીયા (ઉ.વ. 24), સંજય જીવરાજભાઈ તાવીયા (ઉ.વ. 24), પરવેજ હબીબભાઈ કુરેશી (ઉ.વ. 22), મહેશ દેહરભાઈ ઉઘરેજા (ઉ.વ. 25), નીલેશ રમેશભાઇ જેસાણી (ઉ.વ. 21), રાજુભાઈ હરીભાઇ મેર (ઉ.વ. 32) ની રોકડ રકમ 13,960 સાથે ધરપકડ કરી તેમની વિરુદ્ધ જુગારધારાની કલમ 12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/Bx1Ba5b2vt15srlPPaMWwx