વાંકાનેર વિસ્તારમાં પાણીમાં ડુબવાનો ચોથો બનાવ : તિથવા-પાંચદ્રારકા વચ્ચે ચેકડેમમાં નહાવા પડેલ અમરસરના યુવાનનું ડુબી જવાથી મોત…

વાંકાનેર તાલુકામા છેલ્લા 10 દીવસમાં પાણીમાં ડુબાવનો આજ ચોથો બનાવ બન્યો હતો જેમાં તાલુકાના તિથવા-પાંચદ્રારકા ગામ વચ્ચે આવેલા ચેકડેમમાં નહાવા માટે પડેલા તાલુકાના અમરસર ગામના 21 વર્ષીય યુવાનનું ડૂબી જવાથી મોત થયું હતું. બનાવની જાણ તંત્રને થતાં ડુબેલા યુવાનની લાશને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તિથવા-પાંચદ્રારકા ગામ વચ્ચે આવેલા ચેકડેમમાં નહાવા પડેલા તાલુકાના અમરસર ગામના દેવશી રમેશભાઇ દેગામા (ઉ.વ. 21) નામનો યુવાનનું પાણીમાં ડુબી જવાથી મોત થયું હતું. બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ, મામલતદાર કચેરી સ્ટાફ અને ફાયરબ્રિગેડ ને થતાં કાફલો ઘટના સ્થળે દોડી જઇ યુવાનની લાશને પાણીમાંથી બહાર કાઢી પી.એમ. અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી….

હજુ પાંચ દિવસ પુર્વે જ રાતીદેવરી નજીક આશો નદીમાં એક 17 વર્ષીય સગીર યુવાન લાપતા બન્યો હતો જેને શોધખોળ આજ સુધી ચાલુ હોવા છતાં પણ યુવાનની લાશ મળી નથી. આ બનાવના પાંચ દીવસ બાદ આજ ફરી તાલુકાના તિથવા-પાંચદ્રારકા ગામ વચ્ચે 21 વર્ષીય યુવાન ડુબી ગયો છે જેની લાશને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવામાં આવી છે…

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

 

https://chat.whatsapp.com/Ibnn9vU1Gy9JJ424IvLRXo