વાંકાનેર શહેર ખાતે આજે ઈન્ટરનેશનલ માર્કેટીંગ કોર્પોરેશન પ્રા. લિ. ના ઓથોરાઈઝ તાલુકા ડિસ્ટ્રીબ્યુટર તરીકે તિરંગા એજન્સી એન્ડ સેલ નું આજે વાંકાનેરના યુવરાજ કેશરીદેવસિંહ ઝાલાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. IMC ની આંતરરાષ્ટ્રીય કક્ષાની WHO, GMP, GPP પ્રમાણીત હેલ્થ કેર, પર્સનલ કેર, હોમ કેર, એગ્રી કેર, બર્ડ કેર અને એનીમલ કેર સહિતની તમામ નેચરલ (હર્બલ) પ્રોડક્ટના કંપનીના ઓથોરાઈઝ તાલુકા ડિસ્ટ્રીબ્યુટર તરીકે તિરંગા એજન્સી એન્ડ સેલ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું…

વાંકાનેર તાલુકાના નાગરિકોના સ્વાસ્થ્ય માટે સતત એક્ટીવ, તાલુકા ભાજપ અગ્રણી અને IMC ની તાલુકા ડિસ્ટ્રીબ્યુટરસીપ મેળવનાર અસરફભાઈ બાદીના ચક્રવાત ન્યુઝને ઇન્ટરવ્યુમાં તેઓએ જણાવ્યું હતું કે ‘ IMC કંપનીની તમામ પ્રોડક્ટ સંપૂર્ણ નેચરલ છે, હાલના સમયમાં લોકો રોજીંદા જીવનમાં ઉપયોગી તમામ પ્રોડક્ટ કેમિકલ્સ યુક્ત હોય છે જે લાંબા સમયે સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે તેથી અમોએ લોકોના સ્વાસ્થ્ય માટે સંપૂર્ણ સ્વદેશી અને હર્બલ (નેચરલ) પ્રોડક્ટનુ ઉત્પાદન કરતી IMC કંપનીની ડીસ્ટીબ્યુટરશીપ લીધી છે, જેથી નેચરલ પ્રોડક્ટ થકી આમ નાગરિકોની સેવા કરી શકીએ…’

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/KJnrBRpQaqs0A5uGvCh92T