અનેક દેશોમાં માનવ સમાજની ખીદમત કરવાના ઉમદા હેતુથી કાર્યરત મોહદ્દીષે આઝમ મીશનની વાંકાનેર બ્રાન્ચ દ્વારા આજના તાજીયા પર્વ (મોહરમ) નિમિત્તે તહેવારોની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. મોહદ્દીષે આઝમ મીશનની વાંકાનેર બ્રાન્ચના પ્રમુખ નજરમહંમદ બાદી, સેક્રેટરી જૈનુલ શેરસીયા અને મીશનના આગેવાનો દ્વારા આજના તાજીયા પર્વ દીનને અનોખી રીતે અને સાદગીથી ઉજવતા વાંકાનેર સરકારી હોસ્પિટલ અને વૃદ્ધાશ્રમ ખાતે દર્દીઓ અને વૃદ્ધોમાં કરબલાના શહિદોની યાદીમાં ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું…

મોહરમ (તાજીયા) પર્વ નિમિત્તે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ દર્દીઓ અને વૃદ્ધાશ્રમ ખાતે પહોંચી ત્યાં પણ વૃદ્ધોમાં ફ્રુટનુ વિતરણ કરી અનોખો સેવાયજ્ઞ ઉજાગર કરાયો હતો‌. આ સેવાયજ્ઞમાં મોહદ્દીષે આઝમ મીશનના સહયોગી આગેવાનો પૈકી મૌલાના અલ્લાઉદ્દીન સાહેબ, મિસ્ત્રી અબ્દુલભાઈ, હુસેનભાઇ માણસીયા, તન્વિર અશરફભાઈ, મંજુરહુસેન સીપાઈ સહિતના આગેવાનો જોડાયા હતા…

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

 

https://chat.whatsapp.com/J77eAvUz1Hm5Hv8yLrgXQ1