વાંકાનેર યુવા કોળી આગેવાન અને વાંકાનેર માર્કેટીંગ યાર્ડનાં નવ નિયુક્ત વાઈસ ચેરમેન શ્રી અશ્ચિન નવઘણભાઈ મેઘાણી નું તેમનાં ગામ હોલમઢ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. હોલમઢ ગામનાં કોળી યુવા ગ્રુપનાં પ્રમુખ શ્રી અશ્ચિન નવઘણભાઈ મેઘાણી ની ડો. એ. કે. પીરઝાદા માર્કેટીંગ યાર્ડ વાંકાનેર નાં વાઈસ ચેરમેન તરીકે નિમણુંક થવા બદલ હોલમઢ ગામનાં સરપંચ શ્રી અને યુવા ટીમ દ્વારા ભવ્ય સંન્માન કરવામાં આવ્યું હતું…

વાંકાનેર તાલુકાના હોલમઢ ગામ ખાતે યોજાયેલ આ સન્માન સમારોહમાં જીલ્લા પંચાયત સદસ્યશ્રી નવઘણભાઈ મેઘાણી, હોલમઢ ગામના સરપંચ શ્રી છગનભાઈ ખમાણી, કોળી સમાજનાં આગેવાન પ્રભાતભાઈ બાવરીયા, સનાભાઈ પોપટભાઈ, છગનભાઈ મોહનભાઈ, ભવાનભાઈ મકવાણા, મનસુખભાઈ ગોબરભાઈ, લાલજીભાઈ રમેશભાઈ, શિવાભાઈ લક્ષ્મણભાઈ સહિતના કોળી સમાજના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડના નવનિયુક્ત વાઈસ ચેરમેન અશ્ચિન નવઘણભાઈ મેઘાણીને પુષ્પગુચ્છ આપી અને મોં મીઠું કરાવી સન્માનિત કરાયા હતા….

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/KLUJlb9Ex2UEVkMrEufZ4R