વાંકાનેરની જીવાદોરી અને સિંચાઇ માટે એકમાત્ર આધાર મચ્છુ 1 ડેમની કેનાલમાં ત્રણ માસ પુર્વે કરોડો રૂપિયાના આંધણ મુકી થયેલા સીમેન્ટ અને કોંક્રિટના કોટીંગ કામમાં મોટા ભ્રષ્ટાચારની આશંકા : કેનાલના કામમાં ઠેર ઠેર મસ મોટા ભરોળા પડતા પોલ ખુલી : તપાસ કાર્યવાહી થશે ખરી ????

વાંકાનેર શહેરને પીવાનું પાણી અને તાલુકાના 30 થી વધુ ગામોને સિંચાઇ માટે મુખ્ય સ્ત્રોત મચ્છુ 1 ડેમની સિંચાઇ માટેની કેનાલમાં ચોમાસા પુર્વે કેનાલની બંને બાજુ અને તળીયાના ભાગે સીમેન્ટ કોંક્રિટ કામ પુરૂ કરાયું હતું જેમા આજ ફક્ત ત્રણ માસ બાદ જ કોન્ટ્રાકટર દ્વારા કરાયેલા આ કામમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. પ્રથમ વરસાદ બાદ જ કેનાલમાં ભરોડા પડતા માટીની જેમ સીમેન્ટ કોંક્રિટનુ કામ તુટીને ખરી પડતા આ કેનાલના કામમાં થયેલ કરોડોના ભ્રષ્ટાચારની પોલ ખુલી છે….

મચ્છુ 1 ડેમથી કેનાલ મારફતે સિંચાઇ માટે અપાતા પાણીનો બગાડ ન થતા તે હેતુથી કોન્ટ્રાકટર દ્વારા કેનાલની બંને સાઇડ અને તળીયાના ભાગે સીમેન્ટ કોંક્રિટનુ મજબૂત કોટીંગ કામ કરાયું હતું. જે આજ કામ પુરૂ થયાના ત્રણ માસ બાદ જ પોપડા ખરવા મંડ્યા છે. બાબતે શું કેનાલનું કામ ટેન્ડર સ્પેસીફીકેશન મુજબ કરાયું છે ખરૂ ? કામ બાદ કેનાલમાં સફેદ ચુનાનુ પડ કેમ ચડાવાયુ ? શું નબળા કામની પોલ છુપાવવા ????

બાબતે તિથવા ગામ નજીક મેઇન કેનાલમાં પડેલા બરોડા બાબતે ગામના જાગૃત યુવા આગેવાન ઈર્શાદભાઈ પટેલ દ્વારા કામમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખોલતી જણાવ્યું હતું કે બાબતની જાણ મે જવાબદાર તંત્રના અધિકારીઓ અને કોન્ટ્રાકટરશ્રીને કરતા તેઓ સ્થળ પર આવીને વાર્તાલાપ કરીને જતા રહેલ. બાબતે ઉપરની તસવીરો આ કામમાં થયેલા ભ્રષ્ટાચારની ચાડી ખાય છે…

શું પાણીનો બગાડ અટકાવવા માટે કરાયેલ આ સીમેન્ટ કોંક્રિટના કામનો હેતુ સાર્થક થશે કે પાણીનો વધુ બગાડ થશે ? આ કામમાં થયેલ લોલમલોલની પોલ ખોલાશે કે અંદરોઅંદર સમાધાન થઈ જશે. મસમોટી રકમના કામમાં ટેન્ડર સ્પેસીફીકેશન મુજબ કામ થયુ છે કે કેમ ? તેના મટીરીયલનુ ગેરી દ્વારા પુનઃ ટેસ્ટીગ થશે કે કેમ ? આ ભ્રષ્ટાચાર આચરનારાઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ કાર્યવાહી થશે કે કેમ ? કેનાલમાં થયેલા આ ભ્રષ્ટાચારનુ રીપેરીંગ કામ કે બંધબારણ સમાધાન થશે તેવી લોકચર્ચા પ્રબળ બની છે…

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/BTJr4yJgZxF7IEElWbDoSf