વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના ખેડૂત આગેવાન અકબરભાઈ બાદીની રાહબરી હેઠળ હુશેનભાઈ કડીવાર દ્વારા હાઈકોર્ટેમા પાક વિમા પ્રશ્ને કરાયેલ જાહેર હિતની અરજી સાર્થક બની : ખેડૂતો તરફથી સરકારનો ઉઘાડો લેતી હાઈકોર્ટે : પી.આઇ.એલ.નો ચુકાદો ખેડૂતો તરફે આવે તેવી શક્યતા પ્રબળ…..

વાંકાનેર તાલુકાના ખેડૂતોને પાક વિમો ચુકવવામાં પ્રીમિયર વસુલાત બાદ વિમો ચુકવવામાં નાગળદાય કરતી વિમા કંપની અને રાજ્ય સરકાર સામે વાંકાનેરના ખેડૂતો દ્વારા કરાયેલ જાહેર હિતની અરજી સાર્થક બની રહી છે. વાંકાનેરના ધારાસભ્ય પીરઝાદાના માર્ગદર્શન હેઠળ તાલુકાના પંચાસીયા ગામના ખેડૂત આગેવાન અકબરભાઈ બાદીના સહયોગથી આજ ગામના ખેડૂત હુસેનભાઇ કડીવાર દ્વારા નામદાર હાઇકોર્ટેમા જાહેર હિતની અરજી પી.આઇ.એલ. નં. 226 ઓફ(of) 2018 થી કરેલ અરજીથી નામદાર ગુજરાત હાઈકોર્ટે દ્વારા વિમા કંપની અને રાજ્ય સરકારનો ઉઘાડો લેધો હતો. અને વધુમાં જણાવ્યું હતું કે ‘ વિમા કંપનીને બ્લેક લિસ્ટ કરો પણ ખેડૂતોને પાક વિમો ચુકવવો ‘ સાથોસાથ હાઈકોર્ટે દ્વારા સરકારને એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે….

પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના અંતર્ગત પાક વિમાના પ્રિમીયમ વસુલ્યા હોય તેવા તમામ ખેડૂતોને બુધવારની સુનવણીમાં સરકારની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતા ખંડપીઠે મૌખિક ટકોર કરી હતી કે વિમા કંપનીને બ્લેક લિસ્ટ કરવી હોય તો કરો, પ્રીમિયમ રીકવર કરવું હોય તો કરો, પરંતુ ખેડૂતોને પાક વિમાનુ વળતર ચૂકવો…

બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટે એક્શન ટેકન રિપોર્ટમા વિમા કંપની તરફથી એવી રજૂઆત કરાઈ હતી કે 22,000 ખેડૂતોને 90 કરોડ જેટલી રકમ ચુકવાઇ છે. તમામ પક્ષકારોની રજૂઆતો બાદ ચીફ જસ્ટિસ અનંત એસ. દવે અને જસ્ટિસ બીરેન વૈષ્ણવ દ્વારા ખેડૂતોના હિતમાં પોતાનુ વલણ દર્શાવ્યું હતું. જેથી હવે વાંકાનેરના પાક વિમાથી વંચિત ખેડૂતોને પાક વિમો ચુકવવામાં આવશે તેવી શક્યતા બળવંત બની છે….

પંચાસીયાના ખેડૂત આગેવાન અકબરભાઈ બાદી અને હુસેનભાઇ કડીવાર દ્વારા ખેડૂત હિતમાં કરવામાં આવેલ મહેનત રંગ લાવી રહી છે ત્યારે વાંકાનેરના ધારાસભ્ય જાવેદ પીરઝાદાના માર્ગદર્શન હેઠળ અકબરભાઈ બાદી, હુસેનભાઇ કડીવારના ખેડૂતો તરફી વલણથી વાંકાનેર પંથકના ખેડૂતોમાં આનંદની લહેર ફરી વળી છે….

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/BTJr4yJgZxF7IEElWbDoSf