મુળ રાજસ્થાનની અને છેલ્લા 13 વર્ષથી વાંકાનેર શહેરમાં કાર્યરત નવજીવન ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લી.ના ઉઠામણા થતા વાંકાનેરના ગરીબ-મજુર વર્ગના અરજદારોન તથા થાપણદારોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. આ ક્રેડિટ સોસાયટીના ઉઠામણા પાછળ કોણ જવાબદાર ? આ સોસાયટીમાં દલાલીનું કામ કરતા એજન્ટો મહત્વની ભૂમિકા ભજવતાં સારા કમીશન અને મોટી દલાલીની લાલચમાં અનેક માસુમ લોકોને બોટલમાં ઉતાર્યા….

આ નવજીવન ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લી.ના ઉઠામણા થતા નાણાં કોણ લઈ ગયું ?, જવાબદાર કોણ ?, મહેનતના નાણાં ગુમાવનારનું શું ? વગેરે બાબતે વાંકાનેર વિસ્તારમાંથી અંદાજે 12 થી 15 કરોડનું ફુલેકું તથા રાજકોટમાંથી 60 કરોડ જેટલાં રૂપિયાનુ ફુલેકું ફેરવ્યું હોવાનું જાણવા મળે છે. જો વાંકાનેરની આ બ્રાન્ચ મોરબી હેઠળ આવતી હોય તો મોરબીમાથી કેવડી રકમનું ફુલેકું હશે !

આ નવજીવન ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લી.નુ મુળ રાજસ્થાન હોવાનું જાણવા મળે છે. રાજસ્થાનથી ગુજરાત અને ગુજરાતમાં વાંકાનેર સુધીનો પગપેસારો કોની દેન ? વાંકાનેર, રાજકોટ, મોરબી મા અનેક ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીઓ કાર્યરત છે તો રાજસ્થાનથી અહીં બ્રાન્ચ ખોલીને ગરીબ નાગરિકોને લુંટવાનો આવડો જબર માસ્ટર માઇન્ડ પ્લાન રજીસ્ટ્રેશન નં. એમ.એ.સી.એસ./સી.આર./368/2010 ક્યાંનો ? પર રાજ્યની ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીઓને બીજા રાજ્યોમાં ધંધો કરવા કોની મંજુરી લેવાની ? રાજ્યપાલ કે નાણામંત્રી બાબત પણ તપાસનો વિષય છે. કોઈ પણ જીલ્લામાં બ્રાન્ચ ખોલનારને રજીસ્ટ્રારની મંજુરી લેવાની રહે છે. આ પ્રોસેજરને ફોલો કરવામાં આવી હતી કે કેમ ?

બાબતે લોકચર્ચા માંથી જાણવાં મળતી વિગતો મુજબ આ નવજીવન ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લી.નો એમ.ડી. મુળ રાજસ્થાની છે અને તે રાજસ્થાનમાંથી પકડાય પણ ચુક્યો છે. તેજ બનેલી આ લોકચર્ચા પરથી શું આવડાં મોટા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર માત્ર એમ.ડી. જ છે કે પછી પડદાં પાછળ પણ કોઈ છે તેવી ચર્ચા પણ તેજ બની છે. ગરીબ અને મજૂર વર્ગના ડુબેલા કરોડો રૂપિયા શું પરત મળશે ? પોલીસ ફરીયાદથી નાણા રીકવર થશે કે કેમ ? ગરીબ મજૂર વર્ગને બોટલમાં ઉતારનાર એજન્ટો દલાલો સામે તપાસ કાર્યવાહી થશે કે કેમ ???

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/JiM1Tj6P2If5LtsGCGc1vC