વાંકાનેર શહેર નજીક આવેલ અને તાલુકાની ઢુવા ચોકડી પાસે કારખાનામાં કોલસાનો ટ્રક ખાલી કરતી વેળાએ કોલસાના ઢગલા નીચે દટાઈ જવાથી ટ્રક ચાલકનું મોત થયું હતું. બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ બીટ જમાદાર સુરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલા અને તાલુકાના ઈન્ડસ્ટ્રીયલ હબ ગણાતા ઢુવા વિસ્તારમાં આવેલ ગ્રેનો લેન્ડ સિરામિક ફેકટરીમાં કોલસનો ટ્રક ખાલી કરતી વખતે કોલસાના ઢગલાં નીચે દબાઈ જવાથી ટ્રક ચાલકનું મોત થયું હતું. ટ્રક નં GJ 10 W 6418 ના ડ્રાઈવર લાલુભાઈ મીઠીયાભાઈ આદિવાસી (ઉ.વ.36) ફેકટરીમાં કોલસાનો ટ્રક ખાલી કરવા આવેલ અને બાદમાં ટ્રક ચાલક જોવા નહિ મળતા શોધખોળથી તેની બોડી કોલસાના ઢગલામાંથી મળી આવી હતી જેમાં હતો ટ્રકની લારી ખોલી કોલસો ખાલી કરવા વેળાએ કોલસો તેના પર પડવાથી દટાઈ જતા મોત તેનું મોત થયાનું જાણવા મળે છે…

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

 

https://chat.whatsapp.com/Ibnn9vU1Gy9JJ424IvLRXo