વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગત રાત્રીના વાંકાનેર શહેર પોલીસ ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે થાન તરફથી આવતી એક ઈકો કાર‌ માંથી 123 બોટલ વિદેશી દારૂ સાથે કુલ 3,36,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર પી.આઈ રાઠોડ, એ.એસ‌.આઈ. એ.આર. પટેલ, પો.હેડ.કો. કીરીટસિંહ ઝાલ, પો. કો. હરેશભાઈ આગલ સહિતના પોલીસ સ્ટાફના નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન એ.આર. પટેલને મળેલ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેર નજીક થાન તરફથી આવતી ઇકો કાર નંબર Gj-36-L-3530 ને રોડ પર રેઢી જોતા તેમા ચેક કરતાં ઇકોમાંથી રોયલ કિંગ વિસ્કીની 21 બોટલ અને પાર્ટી સ્પેશિયલ વીસ્કીની 102 બોટલ સાથે 123 બોટલ વિદેશી દારૂ જેની કિંમત 36,900 સાથે કુલ 3,36,900 મુદ્દામાલ કબજે કર્યો હતો…

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/Fc2Eq0b7orSFtNaMKlJhvb