વાંકાનેર તાલુકા વિસ્તારમાં BSNL ના મોબાઈલ ટાવરો ટેકનિકલ અને કેબલની ખામીના કારણે છેલ્લા બે માસથી બંધ રહ્યા. ગ્રાહકોની અનેક ફરીયાદો બાદ પણ ગાઢ નિદ્રામાં રહેલા BSNL કંપનીના કાન ચક્રવાત દ્વારા આંબળવામા આવતા જી.એમ. અને ડેપ્યુટી જી.એમ. સહિતના ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવી બંધ ટાવરો ફરી શરૂ કરવા કામગીરી હાથ ધરી હતી અને બે દિવસમાં જ વાંકાનેર વિસ્તારના ચાર બંધ ટાવરો તાત્કાલિક ધોરણે શરૂ કરાયા હતા જ્યારે બાકીના ત્રણ ટાવરો કેબલના અભાવે સોમવાર સુધીમાં પુનઃ કાર્યરત કરાશે…

બાબતે વાંકાનેર વિસ્તારમાંથી BSNL ગ્રાહકોની અનેક ફરીયાદો બાદ પણ તંત્ર દ્વારા મચક ન આપતા બાબતની જાણ ચક્રવાતને થતા ચક્રવાત ન્યુઝ દ્વારા બે-બે અખબારી અહેવાલો પ્રસિદ્ધ કરાયા બાદ સફાળા જાગેલા BSNL તંત્ર દ્વારા ડેપ્યુટી જી.એમ. ફુલતરીયા સાહેબની રાહબરી હેઠળ રીપેરીંગ ટીમો ઉતારી અને તાત્કાલિક ધોરણે તાલુકાના દલડી, મહિકા, ચંદ્રપુર, સિંધાવદર વિસ્તારોમાં ટાવર નેટવર્ક પુનઃ કાર્યરત કર્યું હતું અને વધુમાં બંધ રહેલા તિથવા, પીપળીયા રાજ અને પંચાસીયાના ત્રણ ટાવરો કેબલના અભાવે જે રાજકોટ સ્ટોરમાં હાજર ન હોવાથી અમદાવાદથી મંગાવી સોમવાર સુધીમાં ફરી કાર્યરત કરવામાં આવશે તેવુ ડેપ્યુટી જી.એમ. ફુલતરીયા દ્વારા જણાવવામાં આવ્યું છે…

બાબતે સ્થાનિક BSNL ટેલીફોન એક્ષચેન્જના જવાબદાર એકમાત્ર અધિકારી મજબુતસિંહ વાળા પોતાના સ્થાનિક કામમાં સતત એક્ટીવ રહેતા હોય, ગ્રામ્ય વિસ્તારોના મોબાઇલ ટાવર નેટવર્ક માટે અન્ય અધિકારીની નિમણૂક કરવાની પણ તાતી જરૂરિયાત છે. બે બે માસની બંધ નેટવર્ક બાબતે કાર્યવાહી ન થવા પાછળનું કારણ પણ શંકાસ્પદ જણાય રહ્યું છે. ખાનગી કંપનીઓના ટાવરો તો બે કલાકથી વધુ પણ બંધ રહેતા નથી જ્યારે ભારતના સૌથી વિશાળ નેટવર્ક ધરાવતા BSNL ના ટાવરો બે બે માસ બંધ રહેતા હોય આ બંને વચ્ચેના તફાવતનુ કારણ તપાસ માંગી રહ્યું છે…

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

 

https://chat.whatsapp.com/KVEP9mU0OYMKBW5SVH9xLx