વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામે સગીર વયની બાળકી પર દુષ્કર્મ આચર્યાનો બનાવ સામે આવતા તાલુકા ભરમાં ખળભળાટ મચી ગયો છે. જેમાં વાંકાનેર તાલુકાના ગુંદાખડા  ગામની સગીરાને તાલુકાના સમઢિયાળા ગામના સીમ વિસ્તારમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદના પગલે પોલીસે આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે… આદરી હોવાનું જાણવા મળ્યું છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામની સીમમાં આવેલ વાડી તરફ જવાના રસ્તા પર તાલુકાના ગુંદાખડા ગામની એક સગીરા પસાર થઈ રહી હતી ત્યારે ગુંદાખડા ગામના રહેવાસી કાનજીભાઈ ગગજીભાઈ સરવૈયા એ સગીરાને પકડી તેના પર દુષ્કર્મ આચર્યું અને બાદમાં સગીરાને જો કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ ધમકી આપી હોવાની ફરીયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાવવામાં આવી છે….

આરોપી દ્વારા સગીરાને બળજબરીથી સમઢીયાળા ગામની સીમમાં આવેલ જુવાર વાવેતર કરેલ વાડીમાં લઇ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. જેથી ભોગ બનેલી સગીરાના પિતાએ આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે  પોસ્કો, દુષ્કર્મ સહિતની  કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે…

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લીંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/Fc2Eq0b7orSFtNaMKlJhvb