વાંકાનેર તાલુકાના ક્રાઈમ ઝોન ગણાતા ઢુવા ચોકડી ખાતે હાઈવે પર આવેલ મોબાઈલની દુકાનમાં 5 દીવસ પુર્વે થયેલ મોબાઇલ અને રોકડ રકમ સહિત કુલ 1.56 લાખની ચોરીના બનાવને મોરબી એલ.સી.બી. ટીમ દ્વારા સફળતા પુર્વક ડીટેક્ટ કરવામાં આવ્યો છે જેમાં એલ.સી.બી. દ્વારા સી.સી.ટી.વી. ફુટેજને આધારે તપાસ ચલાવી ‌ચોરી કરનાર ગેંગના ચાર શખ્સોની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરવામાં આવી છે અને ચોરીના 97,170 રૂપિયાનો માલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસે આવેલ મોહિત ટેલીકોમ નામની મોબાઇલની દુકાનમાંથી ગત તારીખ 15 ના રોજ રાત્રીના સમયે ચાર શખ્સો દ્વારા દુકાનમાંથી 16 મોબાઈલ અને રોકડ રકમ 50,000 સહીત કુલ રૂપિયા 1,56,570 ના મુદામાલની ચોરી કરવામાં આવી હતી જેની દુકાન માલિક દ્વારા પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી. આ બનાવમાં ગયકાલે મોરબી એલ.સી.બી. ટીમ દ્વારા મોરબીના ત્રાજપર નજીકથી શંકાસ્પદ હાલતમાં ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી જેની પુછતાછ દરમિયાન તેઓએ આ ચોરી કર્યાની કબુલાત આપી હતી અને પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે…

આ બનાવની તપાસ મોરબી એલ.સી.બી. પી.આઈ. વી.બી. જાડેજા અને ટીમ દ્વારા ચલાવવામાં આવી રહી હતી જેમાં ચોરીના સ્થળના સી.સી.ટી.વી. ફુટેજના આધારે મોરબીના ત્રાજપર ચોકડી પાસેથી ચાર શખ્સોની શંકાસ્પદ ધરપકડ કરવામાં આવી હતી જેની પાસેથી બે થેલીમાં રાખેલ વિવિધ કંપનીના મોબાઈલ મળી આવતા આરોપીઓની કડક પુછતાછમાં આરોપીઓ દ્વારા ભાંગી પડી કબુલાત આપી હતી કે તેઓએ જ ઢુવા પાસેથી મોબાઈલ દુકાનમાંથી ચોરી કરી હતી. જેના આધારે મોરબી એલ.સી.બી. ટીમ દ્વારા ધવલ નટવરભાઈ સોલંકી (રહે. અભેપર તા. થાનગઢ), રામજી નવઘણભાઈ કોળી (રહે. અભેપર તા. થાનગઢ), પ્રેમજી ઘોઘાભાઈ ડાભી (રહે. અભેપર થાનગઢ) અને મુકેશ પોલાભાઈ કોળી (રહે. અભેપર થાનગઢ) ની ધરપકડ કરી તેમની પાસેથી 16 મોબાઈલ જેની કીમત રૂપિયા 97,170 નો મુદામાલ રીકવર કરવામાં આવ્યો હતો…

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

 

https://chat.whatsapp.com/Fc2Eq0b7orSFtNaMKlJhvb