વાંકાનેર તાલુકાના ક્રાઈમ ઝોન ગણાતા ઢુવા અને માટેલ રોડ પર આવેલા સીરામીક વિસ્તારમાંથી આજે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં તાલુકાના માટેલ રોડ પર આવેલા સીરામીક વિસ્તારની ગટરમાંથી એક 50 વર્ષીય મહિલાનો મૃતદેહ અર્ધનગ્ન અને દોરડું બાંધેલી હાલતમાં મળી આવ્યો છે. મૃતક મહિલાના શરીર ઈજાઓના નીશાન અને લાશને દોરડું બાંધી ગટરમાં ફેંકી દીધેલ હોય હત્યાની પુરી સંભાવના સેવાઈ રહી છે….

અત્રે એ ઉલ્લેખનીય છે કે વાંકાનેર વિસ્તારમાં સૌથી વધુ ક્રાઈમ તાલુકાના ઢુવા અને માટેલ રોડ પર આવેલા સીરામીક કારખાનાઓના વિસ્તારમાં બને છે જેમાં મોટે ભાગે આરોપીઓ અને પીડીતો પરપ્રાંતીય હોય છે, જે વિસ્તારમાં આજ વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં એક મહિલાનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં અને દોરડાથી બાંધી ગટરમાં ફેંકી દીધેલ હાલતમાં મળી આવ્યો છે….

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલા સનપાર્ક સીરામીક કારખાનાની સામે આવેલ ગટરમાંથી લીલાબાઈ લોધા (ઉ.વ. 50*) નામની મહિલાનો મૃતદેહ દોરડા વડે બાંધેલ અને અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો છે જેના શરીર પર ઇજાઓના ચિન્હો મળી આવ્યા હોવાથી આ મહિલાની હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસ પરથી જાણવા મળે છે. બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી તપાસ કાર્યવાહી હાથ ધરી છે…

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/KJnrBRpQaqs0A5uGvCh92T