વાંકાનેર તાલુકાના ભલગામ મામની સીમમાંથી ગયકાલે મોરબી એલ.સી.બી. ટીમ દ્વારા 88 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા મુખ્ય આરોપી તેમજ તેને જથ્થો આપનાર આરોપી વિરુદ્ધ પ્રોહિબીસન મુજબ ગુનો નોંધી વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલ.સી.બી. ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના ભલગામ ગામના સીમ વિસ્તારમાં આવેલ કરાત તરીકે ઓળખાતી વાડીની ઓરડીમાં દરોડો પાડીને 88 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. 31,600 સાથે આરોપી ચતુર ઊર્ફે સતલો જીલાભાઈ ભાલીયા (રહે. ચોરા પાસે, ભલગામ)ને પકડી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આ દારૂનો જથ્થો આરોપીને બાબુભાઇ દેવશીભાઈ (રહે. ગારીડા, તા.ચોટીલા)એ આપ્યાનું ખુલતા બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/I0ptLqE8OsJGKci8fiL6jM