નવા ઢુવા ગામેથી જાહેરમાં જુગાર રમતા 8 શકુનીઓ ઝડપાયા : પોલીસ દ્વારા કુલ 23,790 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો : બપોરે 2 વાગ્યે જુગારીઓ પર ત્રાટકતી વાંકાનેર તાલુકા પોલીસ : વાંકાનેર તાલુકા પોલીસની સફળ રેડ…

વાંકાનેર તાલુકામાં પી.એસ.આઈ. બી. ડી. પરમાર, પો. કો. અશ્વિનભાઈ ઝાંપડિયા, હરપાલસિંહ પરમાર, પ્રદિપસિંહ ઝાલા તથા અશ્વિનભાઇ રંગાળી સહિતના પોલીસ સ્ટાફ દ્વારા આજે બપોરે વાંકાનેર તાલુકાના નવા ઢૂવા ગામેથી જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતાં 8 શખ્સોને કુલ રોકડ રકમ 23,790 સાથે પકડી પાડયા હતા…

પોલીસની આ રેડ દરમિયાન જુગાર રમતા ખિમજીભાઈ રમેશભાઈ નદેસારિયા (ઉ.વ. 25), હસમુખભાઈ રઘુભાઈ ગોરિયા (ઉ.વ. 32), સામતભાઈ શામજીભાઈ ડાભી (ઉ.વ. 24), અરવિંદભાઈ મોહનભાઇ ડાભી (ઉ.વ. 29), દિનેશભાઈ ભગવાનજીભાઈ ડાભી (ઉ.વ. 55), મગનભાઈ શામજીભાઈ ડાભી (ઉ.વ. 20), નારૂભાઈ નાનજીભાઈ ગોલતર (ઉ.વ. 45) અને વિષ્ણુભાઈ શામજીભાઈ ભિમાણી (ઉ.વ. 32)ને પકડી પાડી તેમની વિરુદ્ધ જુગારધારાની કલમ 12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

 

https://chat.whatsapp.com/KVEP9mU0OYMKBW5SVH9xLx