વાંકાનેર તાલુકાના દલડી ગામ નજીક ગત રાત્રીના કોઈ અજાણ્યા મોટા વાહન (ટ્રક/ડમ્પર)ની હડફેટે ત્યાંથી પસાર થતા દલડી ગામના જ 33 વર્ષીય યુવાન કમકમાટીભર્યું મોત થયું હતું. બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

અત્રે ઉલ્લેખનીય છે કે આ દલડી ગામ અને આજુબાજુના વિસ્તારમાં ખનીજ માફીયાઓ દ્વારા બેફામ ખનીજ ચોરી કરવામાં આવે છે અને છાસવારે આ ખનીજ ચોરીના ડમ્પરો દ્વારા અકસ્માત સર્જાવામા આવે છે જેમાં આજ વધુ એક બે ગુના યુવાનનો ભોગ લેવાયો હોવાનું સ્પષ્ટ થાય છે. શું જવાબદાર વાંકાનેર પોલીસ/મામલતદાર તંત્ર કે મોરબી જીલ્લા ખનીજ તંત્રને આ બાબતે કોઈ જાણ જ નથી ? કે પછી જાણી જોઈને તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે. તંત્રના આ ઉદાસીનતા ભર્યા વલણના કારણે આજ એક બે કસુર યુવાનનો ભોગ લેવાયો છે, બાબતે શું જવાબદાર તંત્ર દ્વારા આ ખનીજ માફીયાઓને રોકી તેમની વિરુદ્ધ પગલાં લેવાશે કે પછી હજુ પણ વધુ નાગરિકોનો ભોગ લેવાશે ????

આ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના દલડી ગામે રહેતા ભરતભાઇ નાગજીભાઈ મુંધવા (ઉ.વ. 33) નું ગતરાત્રીના પોતાના ગામ નજીકથી પસાર થતી વેળાએ કોઈ અજાણ્યા ટ્રક-ડમ્પર ચાલકે હડફેટે લેતા આ યુવાનનું મોત થયું હતું. બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા અજાણ્યા ટ્રક અથવા ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે….

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/Fc2Eq0b7orSFtNaMKlJhvb