ચોમાસા પુર્વે જ નવીનીકરણ પામેલા આ રોડ અને નાલા-પુલીયા એક વરસાદમાં જ ધોવાઈ ગયા : મટીરીયલની ગુણવત્તાની ચકાસણી થઈ હતી ખરી ? : જવાબદાર કોણ, તપાસ કાર્યવાહી થશે કે પછી અંદરખાને ઈલુ ઈલુ…

વાંકાનેર તાલુકાના મોટા ગામ પૈકીના તિથવા ગામને અરણીટીંબા ગામથી જોડતા માર્ગમાં ત્રણ કીમીના અંતરમ ચોમાસા પુર્વે એટલે કે ત્રણ માસ પુર્વે જ બનેલા આ સીંગલ પટ્ટી રોડ અને વચ્ચે બનાવેલા નાલા-પુલીયા વર્તમાન વર્ષના એક જ વરસાદથી ધોવાઈ ગયા છે. આ કામમાં ડામર રોડનું સંપૂર્ણ રીતે ધોવાણ થયું હતું જ્યારે બનાવેલ નવા નાલા-પુલીયા બેસી ગયા છે. કોણે બનાવ્યો આ રોડ અને કોણે કર્યું કામનુ સુપરવાઈઝીગ…????

મોરબી જીલ્લા પંચાયતના આર એન્ડ ડી વિભાગ દ્વારા ચાર માસ પુર્વે હાથ ધરાયેલ અને ત્રણ માસ પુર્વે પુર્ણ કરાયેલા આ ડામર રોડ અને નાલા પુલીયાનુ કામ ક્યા ટેન્ડર ફોર્મ અને એગ્રીમેન્ટથી અપાયુ ? કામ પુરૂ થયે ટેન્ડર સ્પેસીફીકેશન મુજબ કામ થયુ કે નહી તેની ખરાઇ કોણે કરી ? આ કામગીરી જોતા એવું સ્પષ્ટ દેખાય રહ્યું છે કે આ કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોય અને કામ ખાલી દેખાવ પુરતુ કરાયુ છે…..

બાબતે અરણીટીંબા ગામના યુવા આગેવાન ઈરફાન ચૌધરી દ્વારા જવાબદાર તંત્રને જાણ કરાય છે. બાબતે જો આ રોડની બદતર હાલત માટે જવાબદારો સામે પગલાં ભરી રોડનુ પુનઃ કામ નહીં કરાઇ તો આ રોડ પરથી અવરજવર કરનાર નાગરિકો સાથે મોટા અકસ્માત સર્જાય શકે છે…..

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/BTJr4yJgZxF7IEElWbDoSf