આ રોડ પર ભુગર્ભ ગટર વ્યવસ્થા કેમ નથી ? : જો ભુગર્ભ ગટર વ્યવસ્થા નથી તો ગટરોની સફાઈ કેમ નથી કરાતી ? : વાંકાનેર શહેરમાં સ્વચ્છતા અભિયાન નગરપાલિકા સત્તાધીશો જ્યાં ઈચ્છે ત્યા જ લાગુ પડે !!!!!

રાહદારીઓ અને ટ્રાફિકથી સતત ધમધમતા વાંકાનેર શહેર વચ્ચો વચ આવેલા ચાવડી ચોકથી માર્કેટ ચોક સુધીમાં એક બાજુની ખુલ્લી ગટરો છલકાવાના કારણે અહીંના વેપારીઓ અને પસાર થતા રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઊઠયા છે. ગટરના ગંદા પાણીની બદબૂ અને મચ્છરોના ઉપદ્રવના કારણે વેપારીઓ અને ગ્રાહકોના આરોગ્ય પર ગંભીર રોગચાળાનો ખતરો ઊભો થયો છે.

બાબતે વેપારીઓની અનેક ફરીયાદો બાદ પણ પાલીકા તંત્ર એ મચક આપી નથી. વાંકાનેર શહેરને એકાતરા અપાતા પીવાના પાણીના સમયે અહીં ગટરો ઊભરાવા થી નાગરિકો અને વેપારીઓને હાલાકી ભોગવવી પડે છે. દુકાનોની આજુબાજુ રોડ પર પ્રસરતા ગટરના ગંદા પાણી પાલીકા તંત્ર દ્વારા ક્યારે બંધ કરાશે. વાંકાનેર નગરપાલિકાને સરકાર દ્વારા અપાયેલા ટુ સ્ટાર એવોર્ડ શોભાના ગાંઠિયા સમાન બન્યો છે. પાલીકા તંત્રના સત્તાધીશો ઈચ્છે ત્યા જ સ્વચ્છતા અભિયાન લાગુ પડે છે કે શું ????

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

 

https://chat.whatsapp.com/KVEP9mU0OYMKBW5SVH9xLx