વાંકાનેર ગઢની રાંગ ખાતે દર વર્ષે ઉજવાતા નવરાત્રિ મહોત્સવમાં આ વખતે સાડા ત્રણસો જેટલી હિન્દુ મુસ્લિમ સમાજની બાળાઓ દ્વારા માતાની આરાધના કરવામાં આવી હતી જેમાં ગયકાલે આખરી નોરતાં એ આ બાળાઓ માં સોનાનો નાકનો દાણો સહિત 11 વસ્તુઓની વાંકાનેરના યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલા, પ્રાંત અધિકારી એન.એફ. વસાવા સાહેબ, સુરેશભાઇ પ્રજાપતિ, પરેશભાઇ મઢવી, અમિતભાઈ મઢવી, ચેતનભાઇ ગોસ્વામી રાજુભાઈ મઢવી, હરિભાઈ મઢવી ઘોઘભા રાજગોર, રઘુભાઈ રાજગોર, મિલનભાઈ રાજગોર, ભગીભાઈ, ભાણુભા, અમુભાઈ ઠાકરાણી સહિતના મહાનુભાવોના હસ્તે લ્હાણી વિતરણ કરવામાં આવી હતી…

આ બહુચરાજી ગરબી મંડળનુ આયોજન જગદીશભાઇ જોષી (કેતનભાઈ જોષી) દ્વારા છેલ્લા દસ વર્ષથી કરવામાં આવે છે જેમાં ત્રણસો થી વધુ બાળાઓ માટે ગરબી નું આયોજન કરાઈ છે. ચાલુ વર્ષે બહુચરાજી નવરાત્રી મહોત્સવ 2019 મા વાકાંનેર મા યોજાતી સમગ્ર ગરબીઓ માં સૌથી વધુ બાળાઓ નુ આયોજન અહીં કરવામા આવ્યું હતું. બહુચરાજી ગરબી મંડળના આયોજનની સૌથી મહત્વની વાત એ છે કે અહી નાતજાત ના ભેદભાવ વગર તમામ સમાજની બાળાઓ સાથે ગરબા રમે છે જેમની પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવાતી નથી….

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/KbP4yIfGEuZJurtzPkrMED