વાંકાનેર-કુવાડવા વચ્ચેના 31 કીમી રોડની હાલત તો દયનીય બની છે. બે બે વખત મરંમત કામ કરાયું તે પણ ‘ કુતરા ખળ ખાય તેવું ‘. મરંમત કરનાર તંત્રને જાણે મોતીયો આવીયો હોય સ્થિતિમાં મરંમત કામ કર્યું. જેમાં હવે આ વાંકાનેર-કુવાડવા 31 કીમી રોડ વચ્ચેના પ્રથમ ખીજડીયા ગામના પાટીયાથી કણકોટ પાટીયા વચ્ચે નાલુ ધોવાઈ ગયેલી હાલતમાં એક બાજુની પાળી વગરનુ છેલ્લા બે વર્ષથી મરંમત કામ માટે કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે…

અહીં બે વાહન ઓવરટેક થાય તો પાળી વગરની સાઈડનુ વાહન સીધું નદીમાં ખાબકે તેવી સ્થિતિમાં ભયંકર અકસ્માત સર્જાય અને તેમાં કેટલા જીવો હોમાય તે કહેવું મુશ્કેલ બન્યું છે. બાબતે જવાબદાર તંત્ર એટલે કે મોરબી જીલ્લા આર. એન્ડ બી. સબડીવીઝનલ કચેરીના ડેપ્યુટી ઈજનેર કે જુનીયર ઈજનેર અથવા સુપરવાઈઝર આ સ્થળની મુલાકાતે આવ્યા છે કે કેમ ? કે પછી ઓફીસમાં બેઠા બેઠા સબ સલામતની આલબેલા પોકારે છે….

અન્ય એક ઘોરખોદની વાત કરીએ તો આ જ વાંકાનેર-કુવાડવા રોડ પર વાંકાનેરથી 19 કીમી ખેરવા ગામના પાટિયા પાસે અગાઉ જુના સીગલ પટ્ટી રોડ વખતનુ નાલુ ગમે ત્યારે બેસી જવાની સ્થિતિમાં નવા જુના નાલા વચ્ચે મસમોટુ ગાબડું પડેલું છે. મહાસય જવાબદાર અધિકારીઓ ત્યાં જઈને જુએ તો ખબર પડે કે અંદર કેટલુ મોટું પોલાણ પડ્યુ છે. પોલાણના કારણે ગમે ત્યારે વધુ વજન ભરેલ ટ્રક પસાર થાય તો નાલુ બેસી જવાની કે ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા નકારી શકાય નહીં…

આ ખેરવા વિસ્તારમાં વધુ પડેલાં વરસાદના કારણે પોલાણ પણ વધુ થયુ છે તંત્રના જવાબદાર અધિકારીઓ ઘટના સ્થળની મુલાકાત લે તો સ્થિતિનો તાગ મેળવી શકે. હાલ આ નાલા પરથી વાહનો ચાલવા પ્રતિબંધ કરવું જરૂરી બન્યું છે. અન્યથા ગંભીર અકસ્માત સર્જાવાની પુરે પુરી શક્યતા. બાજુનુ નવું નાલુ ચાલવા માટે તથા વાહન ચાલકો માટે પુરતુ હોય તો આ ઈજાગ્રસ્ત નાલાનો ઉપયોગ બંધ ક્યારે કરાશે ????

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/KVEP9mU0OYMKBW5SVH9xLx