પંખેરા ડ્રેસીસના દુકાન માલિક વસીમ કાઝી દ્વારા સ્પ્રાઈટ ઠંડાપીણામાં બેહોશીની દવા ભેળવી 15 વર્ષની સગીર વયની બાળકી પર દુષ્કર્મ આચર્યાની ફરીયાદ વાંકાનેર શહેર પોલીસમાં નોંધાવવામાં આવી હતી : ફરીયાદ અનુસંધાને ગત રાત્રીના 9:30 આરોપીની તેના ઘર ખાતે આવતા જ ધરપકડ કરવામાં આવી : આરોપી દુકાનમાલિકની પત્ની પર પણ બાળાને માર મારી ધમકાવવાનો આરોપ‌‌..‌.

વાંકાનેર શહેરના હાર્દ સમા મેઈન બજાર વિસ્તારમાં પંખેરા ડ્રેસીસ નામની કાપડ કટપીસની દુકાન ચલાવતા વસીમ અબ્દુલગફાર કાઝી(ઉ.વ.30) પર તેની જ દુકાનમાં કામ કરતી 15 વર્ષીય સગીરા પર દુકાનમાં જ દુષ્કર્મ આચર્યાનો આરોપી લાગતા સંપૂર્ણ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો સાથોસાથ આરોપીની પત્ની પર પણ માર મારી ધમકાવવાનો આરોપ‌‌ લગાવવામાં આવ્યો હતો જે બનાવમાં આજે વાંકાનેર શહેર પોલીસ દ્વારા મુખ્ય આરોપી વસીમ કાજીની ધરપકડ કરવામાં આવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ પીડીત બાળાના પિતા દ્વારા વાંકાનેર શહેર પોલીસ મથકે ફરીયાદ નોંધાવવામાં આવી હતી કે તેમની 15 વર્ષની સગીર વયની દીકરી વસીમ કાઝીની દુકાન પંખેરા ડ્રેસીસમાં નોકરી કરતી હતી અને આરોપીએ ફોન કરી ફરિયાદીની સગીર વયની દીકરીને દુકાને બોલાવી સ્પ્રાઈટ ઠંડાપીણામાં બેહોશીની દવા ભેળવી બાળાને પીવડાવી બેભાન કરી દુષ્કર્મ આચર્યુ હતું જે બાદ આરોપીની પત્ની મેહરીન વસીમ કાઝીએ સગીરાને માર મારી ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી….

પીડીતાના પિતાની આ ફરીયાદ પરથી વાંકાનેર શહેર પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 376(2), HI, 328, 323, 504, 506(2) તેમજ પોસ્કો એક્ટ 3A,4, 16 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી જેમા ગત રાત્રીના આરોપીના ઘર પર પણ વોચ રાખતા રાત્રીના 9:30 કલાકની આસપાસ આરોપી સલોટ શેરી સ્થિત તેના ઘેર આવતા પો.હેડ.કોન્સ. કિરીટસિંહ ઝાલા, મનસુખભાઈ દેગામડિયા, પો.કોન્સ. વિરેન્દ્રસિંહ ઝાલાએ આરોપીને ઝડપી પાડતા વધુ તપાસ વાંકાનેર શહેર પી.આઈ. રાઠોડ ચલાવી રહ્યા છે…

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

 

https://chat.whatsapp.com/Fc2Eq0b7orSFtNaMKlJhvb