મુસ્લિમ સમાજ દ્વારા આજે કરબલાના શહીદોની યાદમાં મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમા હુશેની માહોલ વચ્ચે કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ‘ યા હુશેન…યા હુશેન… ‘ ના નાદ સાથે 13 તાજીયા ઓનું જુલૂસ વાંકાનેર ધારાસભ્ય જાવેદ પીરઝાદાની આગેવાનીમા નિકળ્યું હતું. સંપૂર્ણ વાંકાનેર શહેર હુશેની માહોલમાં રંગાઈ ગયું હતું. કરબલાના શહીદોની યાદમાં ઠેર ઠેર સબીલોમા ન્યાઝની વહેંચણી કરવામાં આવી હતી…

13 મોટા તાજીયાઓ અને બાકી નાના મોટી ડોલીઓ સાથે નિકળેલ જુલૂસમાં લક્ષ્મીપરા ખાતે ચાર માસની મહેનત બાદ તૈયાર થયેલા કલાત્મક તાજીયા નંબર – 1 એ ખાસ આકર્ષણ જમાવ્યું હતું. તાજીયા કમીટીના પ્રમુખ હુશેન લાખા અને ઈકબાલ લાખાની દેખરેખમાં બનેલા કલાત્મક તાજીયા નંબર 1 પ્રથમ ક્રમે રહ્યા હતા. બાકીના કલાત્મક તાજીયાઓમા પણ મુસ્લિમ યુવાનોની કારીગરીથી નાગરિકોમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું…

આ તાજીયા જુલૂસમાં મુસ્લિમ યુવાનોએ અવનવા દાવપેચો રજુ કરી કરબલાના યુદ્ધની યાદ તાજી કરાવી હતી. તાજીયા જુલૂસ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પી.આઈ. રાઠોડ દ્વારા ગોઠવવામાં આવ્યો હતો. આ તાજીયા જુલૂસ આજે રાત્રીના સમયે પોતાના નિયત રૂટ પર ફરી ગ્રીન ચોક ખાતે ધાર્મિક પરંપરા મુજબ પીરે તરીકત અને પુર્વ ધારાસભ્ય ખુરશીદ હૈદર પીરઝાદા દ્વારા ઠંડા કરવામાં આવશે…

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/BhTLjvNhuVCCfjOFgx62RT