ગુજરાત ની જીવાદોરી નર્મદા ડેમ સંપૂર્ણ સપાટીએ પ્રથમ વખત પહોંચી જવાથી વાંકાનેર પાસેથી પસાર થતી મચ્છુ નદીના કિનારે મહાઆરતી કરી વધાવવા મા આવી હતી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ નિમિતે ઉપસ્થિત સૌએ શુભકામના પાઠવી હતી. મચ્છુ નદીના કિનારે મહાઆરતી પ્રસંગે વાંકાનેર પ્રાંત અધિકારી એન.એફ વસાવા, કેશરીદેવસિહ ઝાલા, ચંદ્રપુર સરપંચ હરીશ્ર્ચંદ્સિહ ઝાલા, શારદા વિદ્યાલયના સંચાલક પરેશભાઇ મઢવી, અમિતભાઈ મઢવી, ગોપાલભાઈ , અમરશીભાઈ મઢવી, પ્રવિણભાઇ દલાલ, ચેતનભાઈ મહામંત્રી, પંચાયત સદસ્યો સહિત ગ્રામજનો તેમજ તાલુકાના આગેવાનો હાજર રહ્યા હતા.

કાર્યક્રમની વ્યવસ્થા તેમજ સંચાલન શારદા વિદ્યાલયના સંચાલક પરેશભાઇ મઢવી દ્વારા કરવામા આવેલ. કાર્યક્રમનાં અંતે પ્રસાદ રુપે મીઠાઈ વહેંચી મોં મીઠા કરવામા આવેલ…

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/KLUJlb9Ex2UEVkMrEufZ4R