તાલુકાના આરોગ્ય શાખાના કર્મચારીઓને તાલિમાર્થી તરીકે ભાગ લીધો

મોરબી, તા. ૧૩ સપ્ટેમ્બર

મોરબી સમાજ સુરક્ષા કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા તા.૧૨/૦૯/૨૦૧૯ના રોજ વાંકાનેર ખાતે તાલુકા આરોગ્ય કચેરી મધ્યે વાંકાનેર તાલુકાના MPHS, FHS, MPHW, FHW, THV, TMPHS કાર્યકરોની એક દિવસીય તાલિમ યોજવામા આવી.
આ શિબિર સંકલીત બાળ સુરક્ષા યોજનાના બહોળા પ્રચાર પ્રસાર અને ગ્રામ્ય ક્ક્ષાના છેવાડાના વ્યક્તિ સુધી સરકારશ્રીની બાળકો અને દિવ્યાંગોને લગતી યોજનાઓનો લાભ મળી રહે તે હેતુસર આયોજન કરાયું હતું. આ તાલિમ શિબિરમાં સંકલિત બાળ સુરક્ષા યોજના, જે.જે. એક્ટ ૨૦૧૫, બાળ અધિકારો, બાળમજૂરી, બાળલગ્ન, પોક્સો, દતક વિધાન, પાલક માતા-પિતા યોજના, સ્પોન્સરસીપ યોજના, આફ્ટરકેર યોજના ઉપરાંત સમાજ સુરક્ષા વિભાગની યોજનાઓ અને બાળકોના કાયદાઓ અંગે તાલિમાર્થીઓને માહિતગાર કરાયા હતા. આ તાલિમ શિબિરમાં ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિના કાર્ય વિશે પણ વિશેષ સમજ અપાઇ હતી.
તાલિમ શિબિરમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.એફ.પીપલીયા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બાવરવા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. વિપુલ શેરશીયાએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વાંકાનેર તાલુક આરોગ્ય અધિકારી ડો. આરીફ શેરશીયા, આરોગ્ય કાર્યકરો મહિલા અને પુરૂષ, આરોગ્ય શાખાના સુપરવાઈઝરોએ શિબિરમાં તાલિમાર્થી તરીકે ભાગ લીધો હતો. આ તકે બાળ સુરક્ષા એકમ મોરબીના સમીરભાઈ લધડ, રંજનબેન મકવાણા અને હિમાંશુભાઈ જાનીએ હાજર રહી યોજનાકીય કીટ વિતરણ કર્યું હતું.