વિજ્યા દશમીના શુભ અવસર પર ભવ્ય શોભાયાત્રા વાંકાનેરના રાજમાર્ગો પર ફરી : શોભાયાત્રામાં બાઇક, કાર, સહિતના વાહનોનો મોટા કાફલા સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ પરંપરાગત વેશમાં જોડાયા : શોભાયાત્રાનું રાજગોર સમાજ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું…

વાંકાનેર શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિજયા દશમીની શોભાયાત્રા વાંકાનેર ક્ષત્રિય સમાજની બોડીગ‌થી વિશાળ શોભાયાત્રા વાંકાનેર યુવરાજ કેશરીદેવસિંહ ઝાલાની આગેવાનીમાં રેલી કાઢી પેડક ગ્રાઉન્ડ ખાતે ભક્તિભાવ પૂર્વક શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં બાઇક, કાર, સહિતના વાહનોનો મોટા કાફલા સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય. સમાજના ભાઈઓ પરંપરાગત વેશભૂષામાં જોડાયા હતા. આ શોભાયાત્રાનું વાંકાનેર રાજગોર સમાજ દ્વારા હાઈવે ચોકડી ખાતે સ્વાગત કરાયું હતું.

વાંકાનેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વર્ષોની પરંપરા અનુસાર અસત્ય પર સત્યના વિજય પ્રતીક રૂપે મનાવવામાં આવતી વિજયા દશમી (દશેરા)ના પાવન અવસરે ભવ્ય શોભાયાત્રા અને શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોર બાદ વાંકાનેર ક્ષત્રિય સમાજની બોડીગ‌ ખાતેથી વિજયા દશમીની પરંપરાગત ભવ્ય શોભાયાત્રા શરૂ કરી, શોભાયાત્રા વાંકાનેરના રાજમાર્ગો પર ફરી પેડક ગ્રાઉન્ડ ખાતે પુરી કરી ત્યાં વિધી વિધાન મુજબ શસ્ત્ર પુજન કરાયું હતું….

આ રાજપૂત(ક્ષત્રિય) સમાજની મહારેલીનું રાજગોર યુવાગ્રૂપ સ્વાગત કરેલ. આ શોભાયાત્રાના આગેવાન વાંકાનેર યુવરાજ શ્રી કેસરીદેવસિંહજી ઝાલાનનું વાંકાનેર રાજગોર સમાજ દ્વારા ફુલહાર તથા સાલ ઓઢાડી સન્માન કરેલ. આ પ્રસંગે મોરબીથી ખાસ પધારેલ ચારણ સમાજના પ્રમુખશ્રી ભારૂભા ગઢવી, રાજકોટથી વાસુભા મઢવી, ગુણુભા ગઢવી, વસુભા ગઢવી, રાજુભાઈ મઢવી, અમીતભાઈ મઢવી, ગૌતમભાઈ રાજગોર, લાલભા રાજગોર, હકાભાઈ રાજગોર, શીવiજી રાજગોર, બાબુ રાજગોર, રઘુભાઈ, રાજગોર પ્રવીણભાઈ, ગામોટ પ્રવીણભાઈ, દાદલ વિનુભાઈ, દાદલ સંજયભાઈ, ખાડેખા યુવા પ્રમુખશ્રી અમીત ભાઈ ખાડેખા, જયુભાઈ માલણ, રાજુભાઈ કાઠી, કિશોરસિંહ જાડેજા, દસુભા જાડેજા, અશોકભાઈ ભાવસાર, હરજીભાઈ મંત્રી, ભરતભાઈ ગઢવી, અમરસિંહભાઈ મઢવી વગેરે આગેવાનો હાજર રહી શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરેલ…

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/KJnrBRpQaqs0A5uGvCh92T