દિવડીયે દંડાય છે આજે ચોર મુઠ્ઠી જારના : લાખ ખાંડી લુંટનારા મહેલોમાં મલકાય છે

મોરબી તા ૦૮

ભારતીય સંસ્કૃતિ વીરતાની પૂજક  છે શૌર્યની ઉપાસક છે. માણસ અને સમાજના લોહીમાં વીરતા પ્રકટ હોય એના માટે દશેરા ઉત્સવ ઉજવાય છે. દશેરા કે વિજ્યાદશમી હિન્દુઓનો મુખ્ય તહેવાર છે.ભગવાન રામ આ દિવસે રાવણનું વધ કર્યું હતું. એને સત્ય પર અસત્યની વિજયના રૂપમાં ઉજવાય છે. આથી આ દશમીને વિજયાદશમીના નામથી ઓળખાય છે. આ દિવસે લોકો નવા કાર્ય આરંભ કરે છે , શસ્ત્રની પૂજા કરે છે.  દશેરાના પર્વ દસ પ્રકારના પાપો કામ, ક્રોધ, લોભ,મોહ , મદ ,અહંકાર આલ્સ્ય ,હિંસા અને ચોરી જેવા અવગુણોને મૂકવાની પ્રેરણા આપે છે.

 વિજયાદશમી નવરાત્રીના દસમા દિવસે ઉજવાય છે.  આ દિવસે રામે રાવણના વધ કર્યા હતા. ભગવાન રામ યુદ્ધની દેવીમાં દુર્ગાના ભક્ત હતા એણે યુદ્ધના સમયે નવ દિવસ સુધી માતા દુર્ગાની પૂજા કરી અને દસમા દિવસે દુષ્ટ રાવણનો વધ કર્યો હતો. આથી વિજયાદશમી એક ખૂબ મહ્ત્વપૂર્ણ દિવસ છે. રામની વિજયના પ્રતીક સ્વરૂપ આ પર્વને વિજયાદશમી કહેવાય છે. આ સમયે રામલીલાના આયોજન કરાય છે. રાવણના વિશાળ પુતળા બનાવીને એને સળગાવે છે.ભારતીય સંસ્કૃતિ સદા જ વીરતા અને શૌર્યની સમર્થક રહી છે. દશેરાના ઉત્સવ પણ શક્તિના પ્રતીકના રૂપે ઉજવાય છે.
પરંતુ કળિયુગમાં સૌથી મોટો રાવણ ગરીબી છે. ગરીબીના કારણે ભગવાને જ બનાવેલા અનેક પરિવારો દર વર્ષે છીન્ન-ભીન્ન થઈ જાય છે. રોજ અનેક બાળકો માત્ર બે રોટી ના અભાવે મૃત્યુ પામે છે. અત્યંત ગરીબી નીચે જીવતા બાળકો પાસે રહેવા ઘર નથી હોતા, પહેરવા કપડા નથી હોતા અને ખાવા માટે બે કોડિયા પણ નથી હોતા. ભારતભરમાં હજારો બાળકો દર વર્ષે કુપોષણ, અપૂરતા ખોરાક અને દવાના કારણે મૃત્યુ પામે છે. જે રીતે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો શું એ રીતે આપણે ગરીબી રૂપી રાવણનો વધ ના કરી શકીએ ? દરેક મનુષ્યમાં ભગવાન શ્રીરામનો વાસ હોય જ છે. ભગવાન શ્રીરામ પણ પહેલા સામાન્ય મનુષ્ય કહેવાતા હતા. પરંતુ પોતાના કર્મો થકી પોતે ભગવાન કહેવાયા. આપણે ભગવાન તો નહીં પરંતુ અમુક સતકર્મો કરી આપણા મનુષ્ય જીવનને સાર્થક તો કરી જ શકીએ. આપણી આસપાસ જ આપણે એવા ઘણા ગરીબ બાળકોને જોઈએ છીએ કે જેઓ ગરીબીના કારણે અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઈ પોતાનું જીવન જીવે છે. માત્ર તમારી કોઈ એક સારી મદદ એ બાળકનું જીવન બદલી શકે છે.
આજકાલના કલ્ચરમાં જીવવા વાળો માણસ પોતાના મોજશોખ પાછળ ઘણા રૂપિયા ખર્ચે છે. શુ એ મોજ શોખ પાછળના રૂપિયામાંથી થોડો ભાગ ગરીબ બાળકો માટે વાપરી એ બાળકને નવજીવન આપી ના આપી શકે . તમારી એક નાનકડી મદદ એ બાળક માટે તેના જીવનની સૌથી મોટી મદદ પણ બની શકે છે. દર મહિને લાખો કમાનારા વ્યક્તિઓ ની કોઈ કમી નથી. એ લાખ રૂપિયા માંથી દર મહિને માત્ર એક કે બે હજાર જેટલા રૂપિયા ગરીબ બાળકો પાછળ વાપરવાથી કોઈ એક બાળકનું તો જીવન તમે સુધારી જ શકો છો. જો દરેક વ્યક્તિ આવો વિચાર તો થઈ જશે ત્યારે સાચા અર્થમાં તમારી અંદર રહેલા ભગવાન શ્રીરામે ગરીબી રૂપી રાવણનો વધ કર્યો એ સાર્થક થશે. બાકી દર વર્ષે  રામલીલા મા કે સોસાયટીના નાકે રાવણનું પૂતળું બાળીને કોઈ જ મતલબ નથી. જો ખરેખર બાળવો જ હોય તો ગરીબી રુપી રાવણને બાળો.