નિર્દોષ ખેડૂતે એસીબીમાં ફરિયાદ કરતા છટકુ ગોઠવ્યું : રૂપિયા 30 હજારની લાંચ લેતા ઇન્કમ ટેક્સ ઓફિસર ઝડપાયા

મોરબી તા. ૧૦

રાજકોટ આવકવેરા કચેરીના અધિકારી ઇનકમટેક્સ ઓફિસર એન પી સોલંકી રાજકોટમાં ૩૦ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડતા ઇનકમ ટેક્સ ઓફિસ માં સપાટો બોલી ગયો છે. ટ્રેપ બાદ આરોપી અધિકારીના ઘરે પણ એસીબીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

એસીબી પાસેથી મળેલી વિગત મુજબ પડધરી તાલુકાના ખેડૂતો ફાઇલ કરેલ 2017 / 18 ના આઈટી રિટર્નની ખેડૂતને 12 લાખની રકમ ના હિસાબ ની નોટીસ આપી હતી. જેમાં ખેડૂતે આઇટી સલાહકાર મારફતે નો તેનો જવાબ પણ આપ્યો હતો. છેલ્લા દશેક માસથી ખેડુતને નોટીસ મળતી હતી જેના જવાબ તે આપી દેતા હતા.જે બાદ પણ નોટીસ મળતા ખેડુતે આઈ.ટી.ઓ. સોલંકીને રૂબરૂ મળ્યા હતા. જેમાં તેમણે સેટીગ માટે ૯૦૦૦૦ ની લાંચ માગી હતી.જેમા બાદમાં ૫૦,૦૦૦ એ આવતા બાદમાં હા‌ ના કરતા ૩૦૦૦૦ એ સેટીગ નકકી થયુ હતુ.

ખેડૂત પોતે નિર્દોષ હોવા છતાં લાંચ દેવાની નોબત આવતા એસીબી ડીવાયએસપી હિમાંશુ દોશીનો સંપર્ક કરતા ફરિયાદ આપી હતી. જેથી તેમણે છટકુ ગોઠવતા ખેડૂત અને તેનો આવકવેરા સલાહકાર 30000 રૂપિયા દેવા આઈ.ટી.ઓફિસમાં જ જતા એલ પી સોલંકી રંગે હાથે ઝડપાઇ જતા આઈ.ટી.ઓફિસમાં સપાટો બોલી ગયો હતો.