મોરબી તા ૨૧


વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ માઁ આશાપુરા ની આરાધના એ જતા પદયાત્રિકો માટે ભવ્ય સેવાકેમ્પ યોજવા મા આવે છે. પ્રવર્તમાન વર્ષે ભુજ-નખત્રણા હાઈવે પર માનકુવા મુકામે ભવ્ય સેવા કેમ્પ નુ આયોજન તા.૨૩-૯ થી ૨૮-૯ દરમિયાન કરવા મા આવ્યુ છે. જેમા એમ્બ્યુલન્સ સેવા, મેડિકલ સેવા, ચા-પાણી-નાસ્તો તેમજ ભોજન પ્રસાદ ની સેવા ૨૪ કલાક પ્રદાન કરવા મા આવશે. પદયાત્રા દરમિયાન અકસ્માત ના સંજોગો મા એમ્બ્યુલન્સ સેવા મળી રહે તે હેતુસર સંસ્થા દ્વારા હાઈવે પર તા.૨૩ થી સતત એમ્બ્યુલન્સ સ્ટેન્ડ ટુ રાખવા મા આવશે. અકસ્માત સમયે એમ્બ્યુલન્સ સેવા મેળવવા ૯૮૨૫૦૮૨૪૬૮, ૯૮૨૫૩૨૬૭૨૯ પર સંપર્ક કરવા સંસ્થા ના ટ્રસ્ટી હરીશ ભાઈ રાજા એ યાદી મા જણાવ્યુ છે.આ સેવા કેમ્પ ને સફળ બનાવવા સંસ્થા ના શ્રી ગીરીશભાઈ ઘેલાણી, હીતેશ જાની, પોલાભાઈ પટેલ, ચિરાગ રાચ્છ, રાજુભાઈ કાવર, જયેશભાઈ કંસારા,ફીરોઝભાઈ, નવીન ભાઈ માણેક, દીનેશ સોલંકી, હસુભાઈ દેત્રોજા, પ્રવિણ ભાઈ ધામેચા સહીત ના સંસ્થા ના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/Fc2Eq0b7orSFtNaMKlJhvb